નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર યથાવત છે, સતત વધી રહેલા કેસનો સંખ્યાને લઇને સંક્રમિતોનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 4970 કેસો નોંધાયા છે, અને 134 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી સંક્રમિતો દર્દીઓની સંખ્યા 1 લાખ 1139 થઇ ગઇ છે. આમાંથી 3163 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 39174 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. દેશમાં હાલ લૉકડાઉનનો ચોથો તબક્કો 31 મે સુધી લાગુ થયો છે.
દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ગયુ છે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 35 હજારને પાર પહોંચી ગયો છે, એટલે કે રાજ્યમાં 35058 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જેમાં 1249 લોકોના મોત થઇ ચૂક્યા છે, અને 8437 લોકો ઠીક થયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો, 1 કેસથી 10 હજાર કેસ સુધી પહોંચવામાં લગભગ દોઢ મહીનાનો સમય લાગ્યો છે.
16 મે અને 17 મેની વાત કરીએ તો બે દિવસમાં કોરોનાના 10 હજાર કેસો નોંધાયા છે, 17 મેએ 24 કલાકની અંદર 5200થી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે 16 મેએ 4800થી વધુ કેસો નોંધાયા હતા, આમ છેલ્લા ત્રણ દિવસમા 15 હજારથી વધુ નવા કેસો સામે આવી ચૂક્યા છે.
કોરોનાનો કેરઃ દેશમાં દર્દીઓની સંખ્યા વધીને એક લાખને પાર, છેલ્લા ત્રણ દિવસમાં 15 હજારથી વધુ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2020 10:32 AM (IST)
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી સંક્રમિતો દર્દીઓની સંખ્યા 1 લાખ 1139 થઇ ગઇ છે. આમાંથી 3163 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 39174 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. દેશમાં હાલ લૉકડાઉનનો ચોથો તબક્કો 31 મે સુધી લાગુ થયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -