દિલ્હી પોલીસે મંગળવારે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબરીમાંથી એક સેક્સટોર્શન ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ગેંગના 5 લોકો પોલીસ પકડમાં આવ્યા હતા. પોલીસ અનુસાર ગેંગના સભ્યો ટિંડર એપ દ્વારા શિકાર શોધતા હતા અને ઝાળમાં ફસાયા બાદ રૂપિયા માંગતા હતા. પોલીસને આરોપીઓ પાસેથી સેક્સ ટોયઝ, ચાર મોબાઇલ, છ વેબ કેમેરા, લેપટોપ, ત્રણ ચેકબુક, એટીએમ કાર્ડ મળ્યા છે.


ચેટિંગ દરમિયાન વાત કરીને ફસાવતા ને બાદમાં.....


પોલીસે આપેલી માહિતી મુજબ,  આરોપીઓ સ્ટ્રીપચેટ નામની એપ દ્વારા લોકો સાથે વાત કરતા હતા અને રૂપિયા કમાતા હતા. ચેટિંગ દરમિયાન છેડછાડ કરીને પીડિતો સાથે અશ્લીલ વીડિયો બનાવી લેતા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપીઓ દ્વારા મોટી રકમ વસૂલવામાં આવતી હતી.


ગાઝિયાબાદમાં પણ પકડાઈ ગેંગ


ગત સપ્તાહે ગાઝિયાબાદ પોલીસે પણ સેક્સટોર્શન રેકેટ ચલાવવામાં અને લોકોને ફસાવી કરોડો રૂપિયા લૂંટવાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી.






Bharuch : CNG પુરાવતી વખતે કારમાંથી નીચે ન ઉતરો તો જઈ શકે જીવ


ભરૂચઃ પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવને કારણે લોકો સીએનજી કાર તરફ વળી રહ્યા છે, ત્યારે સીએનજી કાર અને વાહનો ધરાવતા લોકો માટે જાણવા જેવા સમાચાર સામે આવ્યા છે. આ વાતનું ધ્યાન નહીં રાખો તો કદાચ તમારો જીવ પણ જઈ શકે છે. કેટલીકવાર લોકો સીએનજી પુરાવતી વખતે સૂચના છતાં કારમાંથી ઉતરતા નથી. ત્યારે આવું વર્તન કરતાં લોકોએ આ સમાચાર જરૂર વાંચવા જોઇએ. 


નર્મદા ચોકડી નજીક કારમાં બ્લાસ્ટ થતાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. CNG પંપ પર ગેસ રિફીલિંગ દરમ્યાન કારમાં ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેને કારણે અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, સીએનજી પુરાવતા પહેલા કાર ચાલકને નીચે ઉતારી દીધા હોવાથી તેમનો જીવ બચી ગયો હતો. જેને કાણે કોઈ જાનહાની થઈ નથી. નોંધનીય છે કે, સીએનજી પંપ પર હંમેશા ગેસ ભરતા પહેલા ત્યાંના કર્મચારી દ્વારા લોકોને વાહનમાંથી નીચે ઉતારી દેવામાં આવે છે. લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને આવું કરવામાં આવતું હોય છે. ત્યારે લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું હિતાવહ છે. જો, ગેસ રિફિલિંગ સમયે કારમાં કોઈ બેઠું હોત તો અહીં જાનહાનિ થઈ હોત.