કોરોનાની બીજી લહેર બાદ લોકોએ મોતનું તાંડવ જોઇ લીઘું, હવે લોકોને વેક્સિન પર વિશ્વાસ બેસી ગયો છે. આ સ્થિતિમાં વેક્સિનેશન માટે પડાપડી થઇ રહી છે. આ દરમિયાન પૂનાની સીરમ ઇન્સ્ટીટયૂટની કોવીશિલ્ડ વેક્સિનને લઇને રિસર્ચ થયું છે. તાજેતરમાં થયેલા આ રિસર્ચનું શું તારણ છે જાણીએ...
ઇંગ્લેન્ડના એક રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બની કોવીશિલ્ડ વેક્સિનને લઇને રસર્ચ થયું છે. રિસર્ચનું તારણ સકારાત્મક જોવા મળ્યું છે. રિસર્ચમાં કોવીશિલ્ડ વેક્સિનનો કોવિડ વાયરસ સામે લડવા માટે ખૂબ જ કારગર છે. માત્ર એક ડોઝ બાદ જ 80 ટકા મોતનું જોખમ ઘટી જાય છે. સારી વાત એ છે કે, ભારતાં સૌથી વધુ કોવિશીલ્ડ લગાવામાં આવી રહી છે.
ઇંગ્લેન્ડમાં થયેલા નવા રિસર્ચના ડેટા મુજબ ઇંગ્લેન્ડ હેલ્થ એજન્સી પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કોવીશિલ્ડ વેક્સિન પર અધ્યન કર્યું. ડિસેમ્બરથી એપ્રિલ વચ્ચેના ડેટાનું અધ્યનન કર્યું. જેના મુજબ એસ્ટ્રેજેનેકા વેક્સિનની એક ડોઝ મોતના જોખમને 80 ટકા ઓછું કરી દે છે. આ રીતે ફાઇઝર બાયોટેકની એક ડોઝથી પણ મોતનો 80 ટકા ખતરો ઓછો થઇ જાય છે અને બીજી ડોઝ બાદ 97 ટકા મોતનું જોખમ ઓછું થઇ જાય છે.
આ અધ્યન મુજબ જે લોકોને વેક્સિન નથી લાગી તેની સરખામણીમાં જે લોકોને વેક્સિનનો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે, તેને 55 ટકા અને ફાઇઝરની વેક્સિનથી 44 ટકા જોખમથી સુરક્ષા મળે છે. આ આંકડાં એ વાતની સાબિતી આપે છે કે, કોરોનાની મહામારીમાં વેક્સિન જ એક સૌથી સક્ષમ હથિયાર છે. વેક્સિનથી જ લાખોના જીવ બચાવી શકાય છે.
17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 52 લાખ 35 હજાર 991 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,48,421 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4205 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,338 લોકો ઠીક પણ થયા છે.