નવી દિલ્હીઃ દિલ્હી સરકારની હોસ્પિટલમાં હવેથી માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રવિવારે આ મહત્વનો ફેંસલો લીધો છે. સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દિલ્હીના લોકોની સારવાર થશે કે બહારના લોકોને પણ સુવિધા મળશે તેવી ચર્ચા ઘણી દિવસોથી થતી હતી.
ડો. મહેશ વર્મા કમિટીએ દિલ્હીમાં સારવાર વ્યવસ્થાને લઈ શનિવારે દિલ્હી સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના હેલ્થકેયર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ માત્ર દિલ્હીના લોકો માટે જ ઉપયોગ કરવો જોઈએ. જો બહારના લોકોની પણ સારવાર થશે તો ત્રણ દિવસની અંદર જ તમામ બેડ ભરાઈ જશે.
દિલ્હી સરકારે શહેરમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી પૂરતી માત્રામાં પીપીઈ કટ, માસ્ક અને ઓક્સિજનનો પૂરતો જથ્થો રાખવા જણાવ્યું છે. દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 349 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દિલ્હી માટે રાહતની ખબર એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. હાલ 15311 એક્ટિવ કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,46,628 પર પહોંચી છે. 6929 લોકોના મોત થયા છે અને 1,19,293 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,20,406 એક્ટિવ કેસ છે.
દિલ્હીની સરકારી હોસ્પિટલમાં માત્ર દિલ્હીવાસીની થશે સારવાર, કેજરીવાલ સરકારનો ફેંસલોઃ સૂત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2020 12:20 PM (IST)
ડો. મહેશ વર્મા કમિટીએ દિલ્હીમાં સારવાર વ્યવસ્થાને લઈ શનિવારે દિલ્હી સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -