યોગી સરકાર અનુસાર, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હવે ધારાસભ્યોને પીવાનું પાણી માત્ર અડધો ગ્લાસ જ મળશે. જોકે વધુ પીવુ હોય તો ફરીથી માંગી શકાશે. આના પાછળનો તર્ક પાણી બચાવવાનો છે.
પ્રમુખ સચીવ પ્રદીપ દુબેએ એક આદેશ જાહેર કરતાં કહ્યું છે કે, "પાણી બચાવવાના ઉદ્દેશથી માનનીય અધ્યક્ષ, વિધાનસભા દ્વારા આ નિર્દેશ આપવામાં આવ્યો છે કે વિધાનસભા શરૂ થાય ત્યારે શરૂઆતમાં ધારાસભ્યોને માત્ર અડધો ગ્લાસ જ પાણી આપવામાં આવશે, ઘણીવાર એ ધ્યાને આવ્યુ છે કે ભરેલા ગ્લાસનો ઉપયોગ નથી કરાતો જેના કારણે પાણીનો બગાડ થાય છે. જોકે આવશ્યકતા પ્રમાણે પાણી મળી રહેશે."