Opposition Parties Meeting News: આગામી લોકસભાની ચૂંટણી 2024ને લઇને સત્તા પક્ષની સાથે સાથે હવે વિપક્ષ પણ મજબૂતીથી આગળ વધી રહ્યો છે. પીએમ મોદી અને બીજેપીને કેન્દ્રની સત્તામાંથી ઉખાડી ફેંકવા માટે દેશમાં તમામ મોટા વિપક્ષી દળો એકથઇને લોકસભા ચૂંટણી લડવાના મૂડમાં છે. આ માટે વિપક્ષી દળો એક પછી એક બેઠકો યોજી રહ્યાં છે. પ્રથમ બેઠક બાદ હવે બીજી બેઠક માટે રણનીતિ પણ ગોઠવાઇ રહી છે. આ બધાની વચ્ચે એનસીપીના વડા શરદ પવારે મોટું નિવેદન આપ્યુ છે.


NCPના વડા શરદ પવારે વડાપ્રધાન મોદીના આરોપો પર પલટવાર કર્યો છે. શરદ પવારે કહ્યું કે, પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ પીએમ મોદી બેચેન થઈ ગયા છે. વિપક્ષની આગામી બેઠક 13 અને 14 જુલાઈએ બેંગલુરુંમાં યોજાશે. મારી દીકરી સુપ્રિયા તેના કામના આધારે ત્રણવાર લોકસભા ચૂંટણી જીતી છે. જ્યાં ભાજપની સરકાર છે ત્યાં જ્ઞાતિ રમખાણો થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં જાતિ ધર્મના નામે રમખાણો થઈ રહ્યા છે.


વધુમાં શરદ પવારે કહ્યું કે- વિપક્ષ એક સાથે આવ્યા છે, તેથી ભાજપ તરફથી વ્યક્તિગત રીતે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ કોર્પૉરેશન કક્ષાએ મહિલાઓ માટે અનામત છે. અમારી કેન્દ્ર સરકાર પાસે માંગ છે કે દેશમાં મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં પણ અનામત આપવાનો નિર્ણય લેવામાં આવે, એનસીપી તેમની સાથે રહેશે.


 


વિપક્ષની બેઠકમાં મોટો નિર્ણય! વિપક્ષના નેતૃત્વને લઈને નીતિશ કુમારને સોંપાશે આ જવાબદારી


બિહારની રાજધાની પટનામાં 2024ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ વિપક્ષી દળોની મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠક યોજી હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે 2024માં નીતિશ કુમારને વિપક્ષના નેતૃત્વને લઈને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવશે. એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓ પટનામાં એકત્ર થઈને વિપક્ષી એકતાની વાત કરી રહી છે તો બીજી તરફ આ માળખું પણ તૂટતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તેલંગાણાના BRS પાર્ટીના નેતા ટીઆર રામારાવે મીડિયા સાથે વાત કરી છે. તેમણે કહ્યું, નીતીશ એક સારા નેતા છે પરંતુ અમે કોંગ્રેસ સાથે પ્લેટફોર્મ શેર કરવામાં સહજ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે બેઠકમાં હાજર હોય તેને અમે સ્વીકારી શકીએ નહીં. જ્યાં કોંગ્રેસ હાજર છે ત્યાં અમે બેઠકમાં રહી શકતા નથી. ટીઆર રામારાવે કહ્યું કે, કોંગ્રેસે 50 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું અને તે દેશની હાલત માટે પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે, અમે કોઈપણ રીતે કોંગ્રેસ અને ભાજપ સાથે ન જઈ શકીએ. BRSએ કહ્યું કે, જો કોંગ્રેસ વગર ત્રીજો મોરચો બનાવવામાં આવશે તો અમે તેમાં ભાગ લઈશું, પરંતુ કોંગ્રેસનું સમર્થન સ્વીકાર્ય નથી.


અરવિંદ કેજરીવાલે પણ આપ્યું અલ્ટીમેટમ?


પટનામાં આયોજિત આ બેઠકમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ હાજર છે, પંજાબના સીએમ ભગવંત માન અને અન્ય નેતાઓ પણ હાજર છે. આ બેઠકમાં હાજરી આપતા પહેલા અરવિંદ કેજરીવાલે પત્ર લખીને વર્તમાન સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ બેઠકમાં ત્યારે જ હાજરી આપશે જ્યારે તેમને ખાતરી થશે કે કોંગ્રેસ તેમને દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને રદ્દ કરવામાં મદદ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે (23 જૂન) દિલ્હીમાં પટના જતા પહેલા આ શરત પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આમાં ખડગેએ કહ્યું હતું કે ગૃહમાં વટહુકમ આવશે, અને ગૃહની વસ્તુઓ ગૃહમાં થાય છે. અમે આ મામલે અમારી પ્રતિક્રિયા ગૃહમાં આપીશું કે તે (કેજરીવાલ) બહાર આટલો બધો પ્રચાર કેમ કરી રહ્યા છે.


 


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial