Opposition Meeting in Patna: બિહારની રાજધાની પટનામાં 23મી જૂને યોજાનારી વિપક્ષની મેગા બેઠક માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પટના પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી શુક્રવારે (23 જૂન) યોજાનારી બેઠક માટે પહોંચી ગયા છે.


 






આ સિવાય અનેક નેતાઓની પટના પહોંચવાની પ્રક્રિયા ચાલુ જ છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ બેઠક માટે પટના પહોંચી ગયા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન પણ આજે જ પટના પહોંચી ગયા છે. તો ચાલો તમને જણાવી દઈએ કે વિપક્ષની આ બેઠકમાં વિપક્ષના કયા કયા મોટા નેતાઓ ભાગ લેવાના છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને આશા છે કે શુક્રવારે પટનામાં વિપક્ષની બેઠક રચનાત્મક રહેશે. તેમણે કહ્યું, "દેશને 'આફત'થી બચાવવા માટે ભાજપને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવી પડશે.


બેઠકમાં હાજર રહેનાર નેતાઓની સંપૂર્ણ યાદી



  • કોંગ્રેસ નેતા, રાહુલ ગાંધી

  • કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

  • એનસીપી ચીફ, શરદ પવાર

  • TMC ચીફ, મમતા બેનર્જી

  • AAPના વડા, અરવિંદ કેજરીવાલ

  • ડીએમકેના વડા એમકે સ્ટાલિન

  • ઝારખંડ મુક્તિ મોરચાના વડા હેમંત સોરેન

  • સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ

  • શિવસેના, ઉદ્ધવ ઠાકરે

  • પીડીપી ચીફ, મહેબૂબા મુફ્તી

  • નેશનલ કોન્ફરન્સના વડા ઓમર અબ્દુલ્લા

  • સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજા

  • સીપીએમના વડા સીતારામ યેચુરી

  • ભાકપા માલે (CPI(ML),મહાસચિવ, દિપાંકર ભટ્ટાચાર્ય


કેજરીવાલ બેઠકમાં વટહુકમનો મુદ્દો ઉઠાવશે


તો બીજી તરફ, સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બેઠકમાં કેન્દ્રના વટહુકમનો મુદ્દો ઉઠાવશે.જો કોંગ્રેસ વટહુકમ સામે કેજરીવાલને સમર્થન જાહેર નહીં કરે તો તેઓ બેઠકમાંથી વોકઆઉટ કરી શકે છે.


વિપક્ષની બેઠક અંગે TMCનું નિવેદન


ટીએમસીના પ્રવક્તા રિજુ દત્તાએ કહ્યું, પાર્ટી ચીફ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી દેશના હિત અને લોકશાહીને બચાવવા માટે વિપક્ષની બેઠકમાં જઈ રહ્યા છે. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, આપણે ચૂંટણીમાં ભાજપને ખતમ કરવાની જરૂર છે.


કેવી છે પટનામાં સભાની તૈયારીઓ


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠક માટે પટના હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાલના મુખ્યમંત્રીઓ અને રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ ગેસ્ટ હાઉસમાં રહેશે અને આ ગેસ્ટ હાઉસમાં બેઠક પણ યોજાશે. તેમની સાથે આવનારા લોકો માટે પટનાની ઘણી હોટલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. વિપક્ષી નેતાઓના પોસ્ટર વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે.