મોદીએ કહ્યું કે, જ્યાં સુધી ગરીબો પાસેથી લૂંટેલી રકમ ત્યાં સુધી તમારો સેવક ચેનથી બેસશે નહીં. જેટલી મોટી અર્થવ્યવસ્થા હશે એટલી ઝડપથી આપણે ગરીબીને હરાવી શકીશું. જેટલી મોટી અર્થવ્યવસ્થા હશે એટલી ઝડપથી મધ્યમ વર્ગનું જીવન સ્તર સુધરશે. વર્ષ 2007માં ફર્સ્ટ ટ્રિલિયન સુધી પહોંચતા આપણે 60 વર્ષ લાગ્યા. ત્યારબાદ આગામી ટ્રિલિયન જોડ઼વામાં અમને લગભગ 8 વર્ષ લાગ્યા પરંતુ ત્યારબાદ છેલ્લી સરકારને ફક્ત ચાર વર્ષમાં લગભગ વધુ એક ટ્રિલિયન અમે આપણી અર્થવ્યવસ્થામાં જોડ્યા છે.
તેમણે કહ્યુ કે, સ્પષ્ટ નીતિ અને સારું ઇફ્રાસ્ટ્રક્ટરના દમ પર જ પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું લક્ષ્ય અમે હાંસલ કરી શકીશું. આપણી BHIM app અને RuPay Card આજે એક મોટી બ્રાન્ડ બની ગઇ છે. RuPay Card તો દુનિયાના અનેક દેશોમાં હવે સુવિધા આપી રહ્યું છે. આજે ભારતમાં 29 કરોડ રૂપે કાર્ડ ઉપયોગમાં છે જેમાંથી લગભગ 2 કરોડ મહારાષ્ટ્રમાં છે.