જમ્મૂ-કાશ્મીરમાં 200 આતંકીઓ સક્રિય: સરકાર
abpasmita.in | 24 Nov 2016 04:03 PM (IST)
નવી દિલ્લી: કેંદ્ર સરકારે બુધવારે સંસદને જણાવ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં 200 આતંકીઓ સક્રિય છે. તેમાંથી 105 લોકોએ આ વર્ષે પાકિસ્તાનના રસ્તાથી ભારતમાં ઘૂસણખોરી કરી છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરામ ગંગારામ અહીરે જણાવ્યું કે આ વર્ષે સપ્ટેબર સુધી 105 આતંકીઓએ દેશમાં ઘૂસણખોરી કરી છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે, રાજ્યમાં લગભગ 200 આતંકી સક્રિય છે. અહીરે જણાવ્યું કે આતંકીઓને નિયંત્રિત કરવા માટે કેંદ્ર સરકારે રાજ્ય સરકારની સાથે મળીને કડક પગલાં ભરવા પડશે. અંતરરાષ્ટ્રીય બૉર્ડર પર સુરક્ષા વધારવાની સાથે સાથે બૉર્ડરને મજબૂત કરવાની છે. સાથે સરહદ પર ફેંસિંગનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરક્ષાદળોને સારી ટેકનિક સાથે આધુનિક હથિયારથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ગુપ્તચરોને પણ મજબૂત કરવામાં આવી રહ્યા છે. કારણ કે તેનાથી ઘૂસણખોરીને રોકી શકાય. અંતરરાષ્ટ્રીય બૉર્ડર ઉપર પણ ફ્લૂડ લાઈટો લગાવવામાં આવી રહી છે.