કોરોનાની મહામારીમાં વેક્સિનનેશન જ એક અમોઘ શસ્ત્ર છે. આ સ્થિતિમાં મહામારીથી દેશને બચાવવા માટે સરકાર પાસે વેક્સિન જ એક વિકલ્પ છે. દેશને વેક્સિનની ઉપલબ્ઘતાનો સંપૂર્ણ રોડમેપ રજૂ કર્યો છે. તે મુજબ જુલાઇ સુધીમાં કુલ 51.6 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં 17 કરોડ લોકો વેક્સિનેટ થઇ ગયા છે. તો ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝનું ઉત્પાદ થશે. સ્વાભાવિક છે, કે તેના કારણે 18 વર્ષથી મોટી ઉંમરના 95 કરોડ લોકોના વેક્સિનથી ઘણી વધુ હશે. 



ખાસ વાત એ છે કે, બધી જ વેક્સિનના ડોઝનું ઉત્પાદન દેશની અંદર જ થશે. તેમાં આયાત થતી વેક્સિન સામેલ નથી. દેશમાં વેક્સિનની કમીના કારણે વિપક્ષ તરફથખી કોહરામ મચ્યો છે. આ બધા જ વચ્ચે નીતિ આયોગના સદસ્ય અને વેક્સિન પર ગઠિત ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. વીકે પાલે કહ્યું કે, વેક્સિનની ઉપબલ્ધતા વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવવનાર મહિનામાં તેની અસર જોવા મળશે. તમામ તીખા પ્રહારોનો જવાબ આપતા પાલે કહ્યું કે, એ ન ભૂલવુ જોઇએ કે, 17.5 કરોડથી વધુ ડોઝ આપનાર ભારત દુનિયાનો ત્રીજો દેશ છે. આ ઉપલબ્ધિ દેશમાં બની વેક્સિનના આધારે પ્રાપ્ત કરવામાં આવે છે. ચીનના આંકડા પર સવાલ કરતા તેમણે કહ્યું કે, અમેરિકા જ એક એવો દેશ છે જેને 25 કરોડ ડોઝ લગાવ્યાં છે. 


અમેરિકાએ ભારતના એક મહિના પહેલા વેક્સિન આપવાનું શરૂ કરી દીધું હતું. અમેરિકા જેવા સંપન્ન દેશમાં 17 કરોડ ડોઝ આપવાામાં  115 દિવસ લાગ્યાં. તો ભારતે આ જ કામ આ 114 દિવસમાં કર્યું છે. વેક્સિનનેશની ભારતની ઉપલબ્ધિને ગણાવતા વી.કે પાલે કહ્યું કે., 16 જાન્યુઆરીએ શરૂ થનાર આ અભિયાન હેઠળ આપણે 45 વર્ષથી વધુ ઉંમરના લગભગ 34 કરોડ લોકોને એક ડોઝ આપી ચૂક્યાં છીએ. તેમાં બધા જ 23 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે. જે રાષ્ટ્રીય સરેરાશ 32 ટકાથી વધુ લોકોને એક ડોઝ આપી દેવાઇ છે. 


17 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 92 લાખ 98 હજાર 584 ડોઝ આપવામાં આવ્યા છે.