નવી દિલ્હીઃ INX Media મામલામાં કોગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી ચિદંબરમને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે 13  નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલ્યા છે. આ સાથે સાથે કોર્ટે ઇડીની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં એજન્સીએ વધુ એક દિવસની રિમાન્ડ માંગી હતી. નોંધનીય છે કે પૂર્વ નાણામંત્રી ઇડીની કસ્ટડીમાં હતા. છેલ્લા સપ્તાહમાં જ કોર્ટે પી ચિદંબરમને 30 ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલ્યા હતા.


કસ્ટડી પૂર્ણ થયા બાદ ઇડીએ આજે પી ચિદંબરમને કોર્ટ સામે રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે ચિદંબરમને 14 દિવસની જ્યુડિશિયસ કસ્ટડીમાં મોકલ્યા હતા. બીજી તરફ ચિદંબરમે આઇએનએક્સ મીડિયા મામલામાં સ્વાસ્થ્યના આધાર પર વચગાળાના જામીન માંગતા બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. વકીલ કપિલ સિબ્બલે અરજી પર તત્કાળ સુનાવણીની માંગ કરી છે.