106 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે પી.ચિદમ્બરમ, સુપ્રીમ કોર્ટે INX મીડિયા કેસમાં જામીન આપ્યા
abpasmita.in | 04 Dec 2019 11:03 AM (IST)
જામીન આપતા કોર્ટે ચિદમ્બરમને એ પણ કહ્યું કે તે કેસ મામલે સાર્વજનિક નિવેદન કે ઇન્ટરવ્યૂ ના આપે. સાથે દેશ છોડવા પર પણ કોર્ટે રોક લગાવી દીધી છે
નવી દિલ્હીઃ આઇએનએક્સ મીડિયા કેસ મામલે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમને જામાન મળી ગયા છે. ચિદમ્બરમ પર આ મામલો ED સાથે જોડાયેલો છે, જેમાં તેમને જામીન મળ્યા છે. આ પહેલા ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા કેસમાં જામીન મળી ચૂક્યા છે. ચિદમ્બરમે આ મામલે હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટો પોતાના ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. બુધવારે સુપ્રીમ કોર્ટે 2 લાખના બૉન્ડની સાથે આ જમીન આપ્યા છે. ચિદમ્બરમ માટે આ મોટી રાહત છે કે કેમકે છેલ્લા 106 દિવસથી તપાસ એજન્સી કે ન્યાયિક કસ્ટડીમાં હતા. જામીન આપતા કોર્ટે ચિદમ્બરમને એ પણ કહ્યું કે તે કેસ મામલે સાર્વજનિક નિવેદન કે ઇન્ટરવ્યૂ ના આપે. સાથે દેશ છોડવા પર પણ કોર્ટે રોક લગાવી દીધી છે.