કોર્ટના સવાલ પર સીબીઆઇએ કહ્યું કે, અમે દરરોજ આઠથી 10 કલાક સુધી પૂછપરછ કરીએ છીએ. જેના પર જજે કહ્યું કે, તમે 10 કલાક પૂછપરછ કરો છો અને મને ફક્ત આટલા ઓછા પેપર આપી રહ્યા છો. રાઉજ એવેન્યૂ કોર્ટે ચિદંબરમની કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી સીબીઆઇને આપી હતી.
સીબીઆઇએ કોર્ટમાં કહ્યું કે, બીજી વખત રિમાન્ડનો સમયગાળો વધવાથી અનેક બાબતો સામે આવી શકે છે. કસ્ટડી દરમિયાન ચિદંબરમને અનેક મામલામાં પૂછપરછ થઇ શકે છે. આ મામલાની વિસ્તૃત તપાસ માટે સીબીઆઇ તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ કસ્ટડી મળતા અનેક મામલાની જાણકારી મળી શકે છે.