INX મીડિયા કેસ: ચિદમ્બરમ 17 ઓક્ટોબર સુધી રહેશે જેલમાં, કોર્ટે કસ્ટડી વધારી
abpasmita.in | 03 Oct 2019 04:49 PM (IST)
આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુરુવારે અરજી દાખલ કરીને ઝડપથી સુનાવણીની માંગ કરી છે.
નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. ગુરુવારે અરજી દાખલ કરીને ઝડપથી સુનાવણીની માંગ કરી છે. જસ્ટિસ એન વી રમનાએ ચિદમ્બરમની અરજીને ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની પાસે મોકલી છે. બીજી તરફ વિશેષ કોર્ટે ચિદમ્બરની જ્યુડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આજે કસ્ટડી ખત્મ થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓ 5 સપ્ટેમ્બરથી જેલમાં છે. અગાઉ 30 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપવાથી ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અત્યાર સુધીમાં મામલાના સબૂતોમાં કોઈ છેડછાડ થઈ નથી. મામલાની તપાસ હાલ મહત્વના તબક્કા પર છે. આ કારણે સબૂતો સાથે છેડછાડ થવાની શકયતા છે. ચિદમ્બરમ સાક્ષીઓને પ્રભાવિત પણ કરી શકે છે. કોંગ્રેસ નેતા ચિદમ્બરમ હાલ તિહાડ જેલમાં બંધ છે. ગુરૂવારે તેમની જ્યુડિશિયલ કસ્ટડી ખત્મ થઈ રહી છે. 19 સપ્ટેમ્બરે વિશેષ કોર્ટે બીજી વાર કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી. દિલ્હી હાઈકોર્ટે 20 ઓગસ્ટે ચિદમ્બરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.