અહેવાલ મુજબ, સુબેદાર અહમદ ખાનની એલઓસીના નકિયાલ સેકટરમાં 17 ઓગસ્ટના રોજ ફાયરિંગમાં મોત થયું હતું. અહમદ ખાન ભારતમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશમાં હતો, આ દરમિયાન ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતાં તેને ઠાર કર્યો હતો.
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા એટેક બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી. જે બાદ પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સેનામાં ઘૂસવાની હિંમત કરી હતી, જેને ઉભી પૂંછડીએ ભગાડતી વખતે અભિનંદનનું વિમાન પીએકમાં તૂટી પડ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ તેને પકડી લીધો હતો.
એવું પણ જાણવા મળ્યું છે કે, અહમદ ખાન નૈશેરા, સુંદરબની અને પલ્લનવાલા સેક્ટરમાંથી આતંકીઓની ઘૂસણખોરી કરાવતો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકીને ભારતીય સરહદમાં પ્રવેશ કરાવીને ખાન અને તેના સાથી કાશ્મરમાં આતંકવાદને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હતા.
રાજસ્થાનમાં ફરી સામે આવી ગેહલોત-પાયલટના સંબંધોની કડવાશ, સચિને સ્ટેજ પરથી જ માર્યો ટોણો
રિષભ પંત બાદ હવે હાર્દિક પંડ્યા પણ બન્યો બેબીસીટર, જુઓ વીડિયો
નીતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને શું આપી ખુલ્લી ચીમકી, જાણો વિગત