નવી દિલ્લીઃ ચીન મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવી રહેલી મુશ્કેલી દૂર થઇ શકશે. કેમ કે, ચીન ભારત સાથે મળીને આતંકવાદ સામે લડવા માટે સુરક્ષા સહયોગ સમજૂતી કરશે. આ સમજૂતીની રૂપરેખા નક્કી કરવા માટે ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રભાવશાળી પોલિત બ્યૂરોના સભ્ય મેંગ જિયાંઝૂ ભારત પ્રવાસે આવી રહ્યા છે. મેંગની યાત્રા દરમિયાન ચીન ISIS પર કાબૂ મેળવવા માટે ભારતની સભ્યતાનો સહોયગ ઇચ્છી રહી છે.
મેંગ પાર્ટીમાં આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા મામલાને જોતા ભારત સાથે બેઠક દરમિયના પાકિસ્તાન આધારિત આતંકવાદી સમૂહ, આતંકી તંત્ર અને નેતાઓ જેસનો મૌલાના મસૂદ અઝહર પર વાતચીત થઇ શકે છે. મેંગ ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ બાદ બીજા નંબરના તાકતવર મંત્રીઓની શ્રેણીમાં આવે છે. ચીનમાં વિદેશ નીતિ પર તેમનો સારો પ્રભાવ છે. મેંગ પહેલા 4 નવેંબરે ચીનના સ્ટેટ કાઉંસીલર યાંગ જિએચીએ રાષ્ટ્રીય સુરક્ષા સલહાકાર અજીત ડોવાલ સાથે હૈદરાબાદમાં મુલાકાત કરી હતી.