શ્રીનગર: પાકિસ્તાનની નાપાક હરકતનું સૌથી મોટું સબૂત ફરી એકવાર સામે આવ્યું છે, પીઓકેના હાજીપૂરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાન પોતાના માર્યા ગયેલા સૈનિકોના મૃતદેહ લઈ જતું નજરે પડે છે.

જમ્મુ કાશ્મીરના હાજીપૂર સેક્ટરમાં ભારતીય સેનાએ 10-11 સપ્ટેમ્બરે પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કર્યા હતા. પાકિસ્તાનના આ સૈનિકો સીઝફાયર ઉલ્લંઘન બાદ ભારતની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા હતા. વીડિયોમાં ડરેલા પાકિસ્તાની સૈનિકો હાથમાં સફેદ ઝંડો દેખાડીને શબ લઈ જતાં નજરે પડી રહ્યાં છે.


જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન સતત એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.પાકિસ્તાનની સેનાની એલઓસી પર ગતિવિધિ પણ વધી છે. જેથી ભારતીય સેનાને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.