ડાબોડી સ્પિનર નૌમાન અલીએ શુક્રવારે અહીં નેશનલ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પાંચ વિકેટ લઈને પાકિસ્તાનને સાત વિકેટથી જીત સુનિશઅચિત કરી. નૌમા3ને પાંચ વિકેટ લીધી જ્યારે યાસિર શાહે પણ ચાર વિકેટ ઝડપી હતી. તેના જોરે પાકિસ્તાને બીજી ઇનિંગમાં આફ્રિકાને 245 રન પર ઓલઆઉટ કર્યું અને 88 રનના ટાર્ગટેનો પીછો કરતાં સરળતાથી મેચ જીતી લીધી અને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી.


મેજબાન ટીમે ઓપનિંગ બેટ્સમેન ઇમરાન બટ (12), આબિદ અલી (10) અને કેપ્ટન બાબર આજમ (30) વિકેટ ગુમાવી હતી. અઝહર અલી (અણનમ 31) અને ફવાદ આલમ (અણનમ 4)એ ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી.

દિવસની શરૂઆતમાં ચાર વિકેટ પર 187 રન પર રમવા ઉતરેલ મહેમાન ટીમે દિવસમાં 58 રન ઉમેરીને આઉટ થઈ ગઈ. એઈડેન માર્કરામે 74 અને રેસીન વાન ડે ડુસેને 64 રન બનાવ્યા. ઉપરાંત દક્ષિણ આફ્રીકના કોઈ અન્ય બેટ્સમેન ક્રીઝ પર વધારે સમય સુધી ટકી ન શક્યા.

પ્રથમ ઇનિંગમાં મહેમાન ટીમને પાકિસ્તાનના 378 રનના જવાબમાં 220 રન પર ઓલ આઉટ થઈ ગઈ, જેમાં મેજબમાને 158 રનની લીડ મેળવી હતી. પાકિસ્તાન માટે ફવાલ આલમે શાનદાર 109 રન બનાવ્યા હતા જ્યારે ફહીમ અશર અને બાબરે ક્રમશઃ 64 અને 51 રન બનાવ્યા હતા.

નૌમનાને આખી ટેસ્ટ મેચમાં 73 રન આપીને સાત વિકેટ લીધી જ્યારે યાસિરે 133 રન આપીને કુલ સાત વિકેટ લીધી. હવે નબ્ને ટીમ રાવલપિંડીમાં 4 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ બીજી અને અંતિમ ટેસ્ટમાં એક બીજા સામે રમશે.