નવી દિલ્લીઃ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વધતા દબાણ વચ્ચે આજે પાકિસ્તાને દાવો કર્યો હતો કે, ગયા રવિવારે રાત્રે ભારત તરફથી ભિમ્બર સેક્ટરમાં કરવામાં આવેલા ભારે ફાયરિંગને કારણે અમારા સાત સૈનિકો માર્યા ગયા છે. જોકે, હજુ સુધી પાકિસ્તાને કરેલા દાવા પર ભારતીય સૈન્ય તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.

એક ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગે એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારતે કરેલી ફાયરિંગ અને મોર્ટાર શેલના હુમલાથી અમારા સાત સૈનિકો માર્યા ગયા છે. નોંધનીય છે કે 29 સપ્ટેમ્બરના રોજ પીઓકેમાં ભારતીય સૈન્યએ કરેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં 100થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે.