રાજૌરીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ભારતીય સેના અને સંદિગ્ધ ઘૂસણખોરોની વચ્ચે જબરદસ્ત ફાયરિંગની ઘટના બની, આ ફાયરિંગમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થઇ ગયા છે.


અધિકારીઓએ જણાવ્યુ કે પાકિસ્તાની સેના ભારતીય ચોકીઓ પર ભારે ગોળીબાર કરીને ઘૂસણખોરોને ભારતમાં ઘૂસવામાં મદદ કરી રહી છે.

કેટલાક અધિકારીઓના મતે પાકિસ્તાની તરફથી થઇ રહેલી ગોળીબારમાં બે જવાનો શહીદ થયા છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં કેરી બટાલ વિસ્તારમાં એલઓસી નજીક સંદિગ્ધ ગતિવિધીઓની માહિતી મળી ત્યારે બની હતી. સેના જ્યારે આ ગતિવિધીને રોકવા ગઇ ત્યારે ઘૂસણખોરો અને સેના વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગયુ હતુ. જેમાં બે જવાન શહીદ થઇ ગયા હતા.