ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા નામથી આ સંગઠને એક હિટલિસ્ટ તૈયાર કર્યું છે જે NIAને મોકલવામાં આવ્યું છે. આ લિસ્ટમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સરસંઘ સંચાલક મોહન ભાગવત, રાષ્ટ્રપતિ કોવિંદ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જમ્મૂ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિક, ભાજપ મહાસચિવ રામ માધવ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ છે. આ લોકોને આ આતંકી સંગઠને હિટલિસ્ટમાં રાખ્યા છે.
આ ખુલાસાથી સ્પષ્ટ છે કે આ પાકિસ્તાનની એક નાપાક ચાલ છે. જણાવીએ કે, કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાન રઘવાયું થયું છે. તે સતત એવો પ્રયત્ન કરી રહ્યું છે કે ભારતમાં કેવી રીતે આતંકી હુમલો કરવામાં આવે. પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકીને મદદગાર તરીકે ભોઠા પડ્યા બાદ પાકિસ્તાન હવે એવું નથી ઈચ્છતું કે કોઈપણ આતંકી સંગઠન સાથે તેનું નામ જોડાય.
પાકિસ્તાન હવે મોટું ષડયંત્ર રચી રહ્યું છે. તેણે પોતાને ત્યાંથી આતંકી મોકલીને સંગઠને નવું નામ આપ્યું છે જેથી બાદમાં જ્યારે ઓલ ઇન્ડિયા લશ્કર-એ-તૈયબા આતંકી હુમલો કરે તો પાકિસ્તાન એ કહી શકે કે આતંકી હુમલો ભારતીય સંગઠન કરી રહ્યું છે.