કાશ્મીરઃ પાકિસ્તાની સેનાની ગોળીબારીમાં એક જવાન શહીદ, મહિલાનું મોત
abpasmita.in | 01 Nov 2016 07:53 AM (IST)
જમ્મુ: પાકિસ્તાની આર્મીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં એલઓસી પર નાના હથિયાર અનો મોર્ટારનો ઉપયોગ કરી ભારતીય પોસ્ટ અને ગામડાને નિશાન બનાવ્યા હતા. તેમાં સેનાના એક જવાન શહીદ થઈ ગયા. જમ્મુ કાશ્મીરના મેન્ઢર સેક્ટરમાં પાકિસ્તાનની ગોળીબારીમાં મહિલાનું મોત થયું છે. સેનાએ ઉત્તરી પોસ્ટના એક પ્રવક્તાએ જણાવ્યું કે, રાજૌરી સેક્ટરમાં યુદ્ધવિરામના ઉલ્લંઘનનો જવાબ ભારે ગોળીબારીથી આપવામાં આવી રહ્યો છે. એક જવાન શહી થયા છે. પુંછ સેક્ટરમાં ગોળીબારીમાં બે મહિલા ઘાયલ થઈ છે. તેમાંથી એક મહિલાની હાલત ગંભીર છે. પુંછના એક એસપી જેએસ જૌહરે જણાવ્યું કે, બે મહિલાઓ ઘાયલ થઈ છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. તેને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ જમ્મુમાં ભરતી કરવામાં આવી છે. પાકિસ્તાની સેનાએ સવારથી બન્ને જિલ્લામાં ભારતીય પોસ્ટ અને ગામડા પર ગોળીબારી કરી યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું હતું. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની સૈનિક બાલકોટ સેક્ટરમાં 120 એમએમ અને 82 એમએમના મોર્ટારો, સ્વચાલિત અને નાના હથિયારોથી સવારે નવથી કોઈપણ ઉશ્કેરણી વગર ગોળીબારી કરા યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે ભારતીય સેના દ્વારા ગોળાબારીનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.