ભારતીય સેના અનુસાર શનિવારે સાંજે પાકિસ્તાને પુંછ સેક્ટરના ચિરિકોટ વિસ્તારમાં નાના હથિયારો વડે ફાયરિંગ કર્યું હતું. જેનો ભારતની સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
ચિરિકોટ વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે, પાકિસ્તાન હાલ ત્યાં રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ કરતું રહે છે. સ્થાનીય લોકોનો દાવો છે કે, ભારત ક્યારેય ગોળીબારની શરૂઆત નથી કરતું, પરંતુ જ્યારે પણ પાકિસ્તાન આવી હરકત કરે છે ત્યારે સેના તેનો જડબાતોડ જવાબ આપે છે.