નવી દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પાકિસ્તાને એરસ્પેસ ખોલવાની ના પાડી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ શનિવારે કહ્યું છે કે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન ભારતને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નથી આપતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે આઈસલેન્ડ, સ્વિઝરલેન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસે જવાના છે.


પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક નિવેદનમાં કહ્યું, ભારત સરકારે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવા માટે મંજૂરી માંગી હતી. આ અરજી તેમના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિદેશ પ્રવાસ વિશે તે હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારતને તેમના એરસ્પેસના ઉપયોગની મંજૂરી આપી નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે, વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ નિર્ણયને મંજૂરી આપી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે ત્રણ દેશોની વિદેશ યાત્રા માટે રવાના થઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈસલેન્ડ, સ્વિઝરલેન્ડ અને સ્લોવેનિયાની મુલાકાતે જવાના છે. આ ઉપરાંત આ દેશો સાથે વ્યાપાર સહિત ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.