પાકિસ્તાન આજે 14 ઓગસ્ટના રોજ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. હકીકતમાં ભારતીય સ્વતંત્રતા બિલ 4 જુલાઈ 1947 ના રોજ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચનાનો પ્રસ્તાવ હતો. તે પછી આ બિલને 18 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યું અને 14 ઓગસ્ટના ભાગલા બાદ ભારત અને પાકિસ્તાન નામના બે દેશો 14-15 ઓગસ્ટની મધ્યરાત્રિએ જન્મ્યા. બંને દેશો મધ્યરાત્રિએ અસ્તિત્વમાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન તેનો સ્વતંત્રતા દિવસ એક દિવસ પહેલા એટલે કે 15મી ઓગસ્ટને બદલે 14 મી ઓગસ્ટે ઉજવે છે જ્યારે ભારત 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
ભારત અને પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે 1 દિવસનો તફાવત
નોંધનીય છે કે, આ અધિનિયમમાં 15 ઓગસ્ટને ભારત અને પાકિસ્તાન બંને માટે સ્વતંત્રતા દિવસ તરીકે ઉલ્લેખ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "15 ઓગસ્ટ, 1947 થી ભારતમાં બે સ્વતંત્ર પ્રભુત્વ સ્થાપવામાં આવશે, જે અનુક્રમે ભારત અને પાકિસ્તાન તરીકે ઓળખાય છે." પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ ઝીણાએ પણ તેમના રેડિયો સંબોધનમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાન 15 ઓગસ્ટના રોજ જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જિન્નાએ કહ્યું હતું કે, "15 ઓગસ્ટ પાકિસ્તાનના સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો જન્મદિવસ છે. તે મુસ્લિમ રાષ્ટ્રના ભાગ્યની પરિપૂર્ણતા દર્શાવે છે જેણે વર્ષોથી તેની માતૃભૂમિ માટે મહાન બલિદાન આપ્યા છે." હવે સવાલ એ છે કે જ્યારે બંને દેશો એક જ દિવસે અસ્તિત્વમાં આવ્યા હતા, તો પછી તેમના સ્વતંત્રતા દિવસે એક દિવસનો તફાવત શા માટે?
આ જ કારણ છે કે પાકિસ્તાન 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે
તે વર્ષે 15 ઓગસ્ટ ઇસ્લામિક રમઝાન મહિનાનો છેલ્લો શુક્રવાર હતો, તેથી આ દિવસ પાકિસ્તાનમાં મુસ્લિમો માટે ખૂબ જ ખાસ હતો. હકીકતમાં તે દિવસે શબ-એ-કદર પડી રહી હતી જે ખૂબ જ પવિત્ર રાત માનવામાં આવે છે. આ કારણોસર પાકિસ્તાન 14 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે.
તે જ સમયે 15 ઓગસ્ટનો ઉલ્લેખ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ તરીકે પાકિસ્તાન દ્વારા જુલાઈ 1948 સુધી જારી કરાયેલી સ્મારક ટપાલ ટિકિટો પર કરવામાં આવ્યો હતો, કારણ કે તે ભારત માટે છે. પરંતુ તે જ વર્ષે પાકિસ્તાને ભારતના 1 દિવસ પહેલા તેનો સ્વતંત્રતા દિવસ ઉજવવાનું શરૂ કર્યું. જો કે, તે સ્પષ્ટ નથી કે શા માટે પાકિસ્તાન સરકારે ભારતનો સ્વતંત્રતા દિવસ 1 દિવસ આગળ વધાર્યો. આ માટે અલગ અલગ કારણો આપવામાં આવ્યા છે.
એક કારણ આ પણ છે
પાકિસ્તાન એક દિવસ પહેલા સ્વતંત્રતા દિવસ ઉજવવા પાછળનું એક કારણ એ છે કે ભારતમાં સ્વતંત્રતા અધિનિયમ 15 ઓગસ્ટ 1947ના રોજ નવી દિલ્હીમાં 00:00 (IST) અથવા 05:30 (GMT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે પાકિસ્તાનનો સમય ભારતથી 30 મિનિટ આગળ છે, તેથી જ્યારે સ્વતંત્રતા અધિનિયમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે પાકિસ્તાનમાં 14 ઓગસ્ટ હતી.