જમ્મુ-કાશ્મીરઃ વાતચીત અને શાંતિનો રાગ આલાપી રહેલા પાકિસ્તાનનો નવો ચહેરો સામે આવ્યો છે. પાકિસ્તાનનો ઢોંગ બહાર આવ્યો છે, પાકિસ્તાન તરફથી સીમા પર સંદિગ્ધ ગતિવિધિઓ શરૂ થઇ ગઇ છે. રક્ષા સુત્રો અનુસાર, પાકિસ્તાને એલઓસી પર અતિરિક્ત સૈનિક તૈનાત કરી દીધા છે.



પાકિસ્તાને સૈનિકોને અફઘાનિસ્તાનની સીમા પરથી એલઓસી પર શિફ્ટ કરી દીધા છે. પાકિસ્તાને સૈન્ય ઉપકરણોને એલઓસીની પાસે કેટલાય સંવેદનશીલ સેક્ટરોમાં તૈનાત કર્યા છે. પાકિસ્તાનની આ હરકતો બાદ ભારતીય સેના પણ એલર્ટ પર છે.

[gallery ids="380463"]

વળી, સીમા પર પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરી રહ્યું છે. પાકિસ્તાને 155 એમએમ તોપોથી નૌશેરા સેક્ટરમાં ચોકીઓને નિશાન બનાવ્યુ જેના જવાબમાં ભારતે બોફોર્સ તોપથી પ્રહાર કર્યો હતો.

સેનાએ પાકિસ્તાનને ચેતાવણી આપી છે કે તેમની ઉકસાવવાની કાર્યવાહી કે દુસ્સાહસ કર્યુ તો ગંભીર પરિણામ ભોગવવું પડશે.