નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આ સપ્તાહે જ લોકસભા 2019ની ચૂંટણી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ 7મી માર્ચથી 10મી માર્ચની વચ્ચે ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ચૂંટણી નજીક આવતાં ગ્રામ્ય વિસ્તારની જનતામાં સરકાર અને વિપક્ષના કામગીરીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉપરાંત રાજકીય પાર્ટીના નેતાઓએ પણ જનતાની વચ્ચે જવાની શરૂઆત કરી દીધી છે.

આ ઉપરાંત આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમમાં પણ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ સાથે થઈ શકે છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓ માટે પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.

વિપક્ષ દ્વારા પાછલા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2018માં પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થવામાં વિલંબ થયા બાદ કોંગ્રેસ વડાપ્રધાન મોદી પર નિશાન તાકી રહી છે. ઉલ્લેખીય છે કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી 7 એપ્રિલથી 12 મેની વચ્ચે 9 તબક્કામાં યોજાઈ હતી. જેના પરિણામો 16મી મેના રોજ જાહેર થયા હતા અને નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર રચાઈ હતી.



વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભા ચૂંટણી બાદ 26મી મેના રોજ શપથ લીધા હતા. ગત ચૂંટણીમાં 5 માર્ચે પરિણામ જાહેર થયું હતું અને 7મી એપ્રિલે યોજાનારા પ્રથમ ચરણના મતદાનના 25 દિવસ પહેલાં જાહેરનામુ બહાર પાડી દેવાયું હતું. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી 16 એપ્રિલથી 13મી મેની વચ્ચે યોજાઈ હતી.

જનતાનો મૂડઃ લોકસભાની ચૂંટણી મુદ્દે અમરેલીના લોકોનો મૂડ, જુઓ વીડિયો


જનતાનો મૂડઃ લોકસભાની ચૂંટણી મુદ્દે કલોલના વેપારીઓનો મૂડ, જુઓ વીડિયો