ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, 'કોંગ્રેસે કલમ 370 હટાવવામાં આવી તે વાતનો વિરોધ કર્યો, આજે પણ રાહુલ ગાંધી જે નિવેદન આપે છે, તેના વખાણ પાકિસ્તાનમાં થાય છે. આ નિવેદનને પાકિસ્તાન પોતાની અરજીમાં સામેલ કરી શકે છે, કોંગ્રેસીઓને શરમ આવી જોઇએ કે તેમના નિવેદનનો ઉપયોગ ભારત વિરુદ્ઘ થઇ રહ્યો છે.''
અમિત શાહે કહ્યું, જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાનો મુદ્દો હોય, કે પછી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક જેવા મામલામાં કોંગ્રેસ સરકાર વિરુદ્ઘ રહી છે. હું કોંગ્રેસને પૂછવા માંગીશ કે તમે કઇ રીતે રાજનીતિ કરવા માંગો છો.