નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે દિગ્ગજ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે બીજેપી અને બજરંગ દળ પર પાકિસ્તાની એજન્સી ISI પાસેથી રૂપિયા લેતા હોવાનો આરોપ લગાવ્યો છે. મહારાણા પ્રતાપની પ્રતિમાના અનાવરણ માટે ભીંડ આવેલા દિગ્વિજય સિંહે પત્રકારોના સવાલના જવાબ આપતી વખતે બીજેપી અને બજરંગદળ પર પ્રહાર કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.


દિગ્વિજય સિંહે કહ્યું, અમારી લડાઈ બીજેપી અને આરએસએસ સાથે છે. આ લોકોએ કહ્યું હતું ત્યારે આઝાદીની લડાઈ થઈ. બજરંગદળ અને બીજેપીના લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા છે અને આ લોકો જ આઈએસઆઈ પાસેથી પણ પૈસા લે છે. પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, દિગ્વિજય સિહેં કહ્યું, બજરંગદળ અને ભારતીય જનતા પાર્ટી આઈએસઆઈ પાસેથી રૂપિયા લે છે. તેના પર થોડું ધ્યાન આપો. પાકિસ્તાન આઈએસઆઈ માટે જાસૂસીનું કામ મુસલમાનો ઓછા અને બિન મુસ્લિમો વધારે કરી રહ્યા છે.


મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને બીજેપી નેતા શિવરાજ સિંહે કહ્યું, દિગ્વિજય સિંહ સમાચારોમાં ચમકતા રહેવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. તેઓ ખુદ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે અને પાકિસ્તાન તેના સ્ટેટમેંટમાં તેમના નિવેદનોનો ઉલ્લેખ કરતા રહે છે. સંઘ અને બીજેપીએ રાષ્ટ્રવાદ સાબિત કરવા માટે કંઈ કહેવાની જરૂર નથી.


બીજેપી પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું, દિગ્વિજય સિંહ પહેલા પણ આવા નિવેદન આપતા રહ્યા છે, જેનાથી પાકિસ્તાનને ફાયદો પહોંચે છે. આ પહેલા પણ તેઓ ભગવા આતંકવાદની વાત કરીને નિશાને આવી ચુક્યા છે અને તેનું નુકસાન કોંગ્રેસે ભોગવવું પડ્યું હતું.

સુરતઃ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ અચાનક શું કર્યું ? જાણો વિગત

કોંગ્રેસના પૂર્વ મંત્રી આરિફ મોહમ્મદ ખાનને કેરળના રાજ્યપાલ બનાવાયા, કલરાજ મિશ્રની રાજસ્થાનમાં બદલી

 મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી