નવી દિલ્લી: ઉરી અટેક પછી ભારત તરફથી લેનાર કોઈ એક્શનને લઈને પાકિસ્તાને તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટસના મતે, પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે પોતાના આર્મી ચીફને કોઈ પણ કાર્યવાહી સામે પુરા બળથી મુકાબલો કરવાનો આદેશ આપ્યો છે. ઈસ્લામાબાદથી દેશના ઉત્તરી ભાગમાં જનાર તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. એયરફોર્સને સ્ટેંડબાય રાખવામાં આવ્યા છે.
અમુક રસ્તાઓને ખાલી કરી દેવામાં આવ્યા છે. કટોકટીની સ્થિતિમાં આ રસ્તાઓ ઉપર વાયુસેનાના જેટ વિમાનો ઉતરી શકે છે, અથવા ઉડાન ભરી શકે છે. જ્યારે બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર આમ સભામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ આજે ભાષણ આપવા જઈ રહ્યા છે. ઉરી આતંકી હુમલા પછી આખી દુનિયાની નજર શરીફની સ્પીચ પર ટકેલી છે.
આ મુદ્દાને લઈને પાકિસ્તાન પક્ષમાં પણ ગરમાગરમીનો માહોલ ચાલી રહ્યો છે. નવાઝના ભાષણ પહેલા પાકિસ્તાન આર્મી ચીફ રાહીલ શરીફની વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઈ છે. અહેવાલોના મતે બન્નેએ ભારતની સાથે હાલના તણાવપૂર્ણ સંબંધો અને નવી ઉભી થયેલી પરિસ્થિતિ અને વિકલ્પો પર વાતચીત કરી છે.