નવી દિલ્લી: આજે સાંજે સાત વાગ્યે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે. પ્રધાનમંત્રીના નિવાસસ્થાન 7 RCR પર મોટી બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક  પાકિસ્તાન વિરુદ્ધ રણનીતિક નિર્ણય લેવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. સરકારના પ્રમુખ મંત્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્શે. સરકારે બધા વિકલ્પો ખુલ્લા રાખ્યા છે. તેમજ સર્જિકલ એટેકનો પણ વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. અત્યાર સુધી તો મોદી સરકાર યોગ્ય સમયે પાકને પાઠ ભણાવવામાં આવશે તેવું કહેતી રહી છે પરંતુ આજની બેઠકમાં નિર્ણય ઉપર પણ ઠોસ વિચાર કરવામાં આવશે. અને લાતથી નહીં તો કમસે કમ એવા વ્યવહારો રોકીને પાકિસ્તાનને જવાબ આપવાની કોશિશ કરવામાં આવશે જેનાથી પાકને નુકસાન થાય.