જમ્મુ કાશ્મીર: પાકિસ્તાનની સેનાએ શુક્રવારે ફરી નાપાક હરકત કરતા જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર સ્થિતિ અગ્રિમ ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઈ ગયો હતો.


અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના નોશેરા વિસ્તારમાં બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અને સાંજે સાડા પાંચ વાગ્યે એલઓસી પર ગોળીબારી કરી હતી. ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે.

એક રક્ષા પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાન સેનાએ આજે બપોરે 3.30 વાગ્યાની આસપાસ નોશેરા સેક્ટરમાં એલઓસી પાસે નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો તથા મોર્ટારના ગોળા છોડ્યા હતા અને યુદ્ધ વિરામનું અકારણ ઉલ્લંઘન શરુ કરી દીધું હતું.

આધિકારિક સૂત્રો અનુસાર જમ્મુ કાશ્મીરમાં 2020માં નિયંત્રણ રેખાની આસપાસ પાકિસ્તાન દ્વારા 5100 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યા છું. જે છેલ્લા 18 વર્ષમાં સીઝફાયરના ઉલ્લંધનમાં સૌથી વધુ વખત છે. આ સીઝ ફાયરની ઘટનાઓમાં 24 સુરક્ષાકર્મી સહિત 36 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 130 થી વધુ લોકો ઘાયલ થયા છે.