નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ જાણકારી આપતા કહ્યું કે, 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી બન્ને દેશો વચ્ચેનું વિમાન સંચાલન દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં માત્ર 15 ફ્લાઈટને પ્રતિ સપ્તાહ ઉડાન ભરશે.
આજે કોરોનાના નવા સ્ટ્રેનના વધુ ચાર કેસ મળી આવતા દેશમાં અત્યાર સુધી કુલ 29 લોકો કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે ભારત પહોંચેલા લગભગ 33,000 યાત્રીઓ અને તેની સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવા કહ્યું હતું અને તમામના આરટી-પીસીઆર તપાસ કરાવવા અને સંક્રમિત સેમ્પલના જીનોમ સિક્વેસિંગ માટે મોકલવા ગત સપ્તાહે નિર્દેશ આપ્યો હતો. જીનોમ સીક્વેન્સિંગની તપાસમાં જ નવા સ્ટ્રેનની પુષ્ટી થાય છે.