હૈદરાબાદ: બેંગલુરૂમાં નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ આયોજીત એક રેલીમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવનાર અમૂલ્યા લિયોન બહુ જ ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જ્યાં તેને પાકિસ્તાન જવાની સલાહ અપાઈ રહી છે. ત્યાં ગુરૂવાર રાત્રે ઉપદ્રવીઓએ તેના ઘર પર હુમલો કર્યો હતો અને ઘરની બારીઓના કાચ તોડી નાંખ્યા હતાં. જોકે હવે અમૂલ્યાએ મોટો ખુલાસો કર્યો કે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવાની પાછળ તેનો હેતુ શું હતો અને તેની પાછળ કોની વિચારસરણી હતી. અમૂલ્યાનો આ વીડિયો વાયરલ થયા બાદ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મસ્લિમીન (AIMIM) પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું.

હવે અમૂલ્યાએ ખુલાસો કર્યો કે, હું જે પણ આજે કરી રહ્યું છે એ હું નથી કરી રહી. હું તો માત્ર મીડિયાના લીધે ફેસ બની ગઈ છું. પરંતુ મારી પાછળ ઘણી બધી એડવાઇઝરી કમિટીઓ કામ કરે છે અને તેઓ જે સલાહ આપે છે એ પ્રમણે કરું છું. તેઓ કહે છે કે, સ્પીચમાં આ વાત બોલવાની છે, આ પોઈન્ટસ છે.

કોન્ટેન્ટ ટીમ કામ કરે છે ઘણાં બધાં સીનિયર એક્ટિવિસ્ટ કામ કરે છે, મારા પપ્પા-મમ્મી બોલે છે કે આવું બોલવાનું છે, આવું કરવાનું છે, અહીં જવાનું છે. એક ખૂબ મોટું વિદ્યાર્થીઓનું ગ્રૂપ- બેંગ્લોર સ્ટુન્ટ એલાયન્સ - જે આ તમામ પ્રોટેસ્ટની પાછળ કામ કરે છે. હું તો માત્ર તેનો એક ચહેરો બની છું પરંતુ બેંગ્લોર સ્ટુડન્ટ એલાયન્સ ખૂબ મહેનત કરી રહ્યું છે.

AIMIM સાંસદ અસદુદ્દી ઓવૈસીની હાજરીમાં CAAના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મંચ પર હાજર 19 વર્ષની અમૂલ્યા લિયોને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતાં. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેને ખૂબ આલોચના ઝીલવી પડી હતી. આ સિવાય તેમના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાાં આવી છે.