જમ્મુઃ જમ્મુ-કાશ્મીર સરહદમાં સીમા પર પાકિસ્તાનને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ફરી સાંબા, અરનિયા અને નૌશેરામાં ગોળીઓ વરસાવી હતી. પાકિસ્તાનએ આ વખતે આમ લોકોને ટાર્ગેટ બનાવ્યા હતા. યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોલીબારીમાં એક યુવતી અને બે બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. જ્યારે 6 લોકો જખ્મી થયા હતા.
સાંબાં સેક્ટરમાં રામગઢમાં હજી પણ ફાયરિંગ ચાલુ છે. અને આ ફાયરિંગમાં એક યુવતીનું મોત થયું હતો જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કવરામાં આવ્યા છે. નૌશેરા સેક્ટરમાં સવારે 5:30 થી 7 વાગ્ય સુધી ફાયરિંગ થઇ હતી. તેમજ અત્યારે પણ ફાયરિંગ ચાલુ છે.
આ ફાયરિંગમાં ભારતની ઘણી અગ્રણી ચોકીઓ અને ગામોને નિશાન બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન ફાયરિંગની સાથે સાથે મોર્ટાર શેલનો મારો પણ ચાલુ રાખ્યો છે. બીએસએફ પાકિસ્તાનની આ ફાયરિંગમાં તેનો મુહતોડ જવાબ આપ્યો હતો.