પોતાના પત્રમાં તેણે પીએમ મોદીને આગ્રહ કર્યો કે સરકારી બેઠકો અને કાર્યક્રમોમાં ફક્ત સ્વાદિષ્ટ શાકાહરી ભોજન પીરસીને તેઓ જળવાયુ પરિવર્તન વિરુદ્ધ ભારતની લડતનું નેતૃત્વ કરે. તેમણે કહ્યું કે, તમારા દેશમાં નવાચાર અને કૃષિ પ્રધાન ઇતિહાસ સાથે મને વિશ્વાસ છે કે ભારત દ્વારા ઉત્પાદિત સોયા અને અન્ય બહુમુખી ખાદ્ય પદાર્થ આ હાનિકારક ખાદ્ય પદાર્થોને સરળતાથી બદલી શકે છે.
પેટાની ડાયરેક્ટરે અન્ય દેશ ન્યૂઝીલેન્ડ, ચીન અને જર્મનીની જેમ જ પ્રો-વીગન અપનાવવાનો પીએમ મોદીને આગ્રહ કર્યો છે. 52 વર્ષીય એક્ટ્રેસે કહ્યુ, હું તમને આગ્રહ કરુ છું કે તમે તેમને દેખાડો કે અન્યના મુકાબલે ભારત તેમની સમકક્ષ કે તેમનાથી વધુ શ્રેષ્ઠ છે.
જળવાયુ પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરતાં તેણે કહ્યું કે, દિલ્હીમાં ગંભીર વાયુ પ્રદૂષણથી પ્રભાવિત પ્રત્યેક જીવ માટે મારુ મન ચિંતિત છે. મને અહીં રહેતાં લોકોની સાથે તે પશુઓની પણ ચિંતા છે જે ચહેરા પર માસ્ક નથી લગાવી શકતાં અથના તો ઘરની અંદર નથી રહી શકતા.