નવી દિલ્હીઃ સંસદની વિદેશી બાબતોની સમિતિએ ચીન તરફથી કરવામાં આવતી ઘૂસણખોરીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. સ્પેશ્યલ રીપ્રઝેટેટિવ મેકેનિઝમે નક્કી કરેલા સિદ્ધાંતોને ચીન તરફથી ન માનવા પર સમિતિએ ચિંતા જાહેર કરી હતી. સ્પેશ્યલ રીપ્રઝેટેટિવ મેકેનિઝમ સરહદ વિવાદના ઉકેલ માચે બનાવવામાં આવી હતી. આ પેનલે કહ્યું કે ચીન તરફથી વારંવાર થતી ઘૂસણખોરી અને તેના વલણને લઇને સાવધાન રહેવાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનનો રેકોર્ડ ભરોસા લાયક નથી. કમિટિએ કહ્યું કે, ભારતે ચીન પાસે એ આશા રાખવી ના જોઇએ કે તે સિદ્ધાંતોની વાત કરે અને તેનું પાલન પણ કરે. સ્પેશ્યલ રિપ્રઝેટેટિવ મેકેનિઝમને 2003માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ચીન પ્રવાસ બાદ સ્થાપિત કરાઇ હતી. ત્યારબાદ ચીન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે 20 રાઉન્ડ વાર્તા થઇ ચૂકી છે. ચીન સાથે સરહદ વિવાદના ઉકેલ માટે આ મેકેનિઝમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કમિટિ માને છે કે આ ત્રણ સ્તરીય પ્રક્રિયા છે અને તેના પ્રથમ સ્ટેજ એપ્રિલ 2005માં એગ્રીમેન્ટ ઓન ધ પોલિટિકલ પેરામીટર્સ એન્ડ ગાઇડિંગ પ્રિન્સિપલ્સ ઓન ધ સેટલમેન્ટ ઓફ ધ ઇન્ડિયા- ચાઇના બાઉન્ડ્રી કન્વેશન પર સાઇન સાથે પૂરી થઇ ચૂકી છે. ચીન સાથે નક્કી થયેલા પ્રિન્સિપલમાં એક એ પણ હતું કે બંન્ને દેશોની વસ્તીને ડિસ્ટર્બ કરવામાં ના આવે કારણ કે અરુણાચલ પ્રદેશ ચીન વારંવાર દાવો કરતું રહે છે. આ વિસ્તારમાં લાખો ભારતીય નાગરિક વસેલા છે. કમિટીનું કહેવું છે કે ચીન આ સિદ્ધાંત પર અમલ કરી રહ્યું નથી. કમિટીએ કહ્યું કે, ડિસેમ્બર 2012માં થયેલા કોમન અંડરસ્ટેન્ડિંગ પોઇન્ટ નંબર 12 અને 13નું ચીન ડોકલામમાં ગતિરોધ દરમિયાન ઉલ્લંઘન કર્યું. જોકે, પેનલે સ્પષ્ટ રીતે કહ્યું કે, આ કારણે ચીન સરહદ પર ભારતનું ઇન્ફ્રાસ્ટક્ચર નબળું છે.