નવી દિલ્લીઃ મહિલા આયોગની ભર્તી ગાટાળા મામેલમાં આજે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની એસીબી  પુછપરછ કરશે. દિલ્લી મહિલા આયોગમાં કથિત ભર્તી ગોટાળા મામલે એસીબીએ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાને સમન પાઠવ્યું હતું. મનિષ સિસોદીયા સવારે 11 વાગે એસીબી ઓફિસે આવીને નિવેદન આપશે. મનીષ સિસોદીયાને દિલ્લી મહિલા આયોગમાં કથિત નિયમો વિરુદ્ધ જઇને 85 ખોટી રીતે ભર્તીના મામલે સમન પાઠવામાં આવ્યું છે.


પીટીઆઇના જણાવ્યા અનુસાર એસીબીના સૂત્રો અનુસાર એસીબીએ દસ્તાવેજોની તપાસ કરી છે જેમા દ્વારા ખબર પડી છે કે, સિસોદીયાના કાર્યલયમાથી એક પત્ર મોકલવામાં આવ્યો જેમા DCW ને નાણા સ્વાયતા સંસ્થા તરીકે અધિકૃત કરવામાં આવી હતી. નિયમો અનુસાર ફક્ત ઉપ રાજ્યપાલ જ કોઇ સંસ્થાને નાણાકીય નિયમિતતા પ્રદાન કરી શકે છે. આ મામલે સિસોદીયાની એસીબી પુછપરછ કરશે. આ પહેલા એસીબી આયોગની મહિલા અધ્યક્ષ સ્વાતી માલીવાલની પુછપરછ કરી હતી. દિલ્લી મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ બરખા શુક્લા સિંહની ફરિયાદના આધારે દાખલ કરવામાં આવેલ એફઆઇઆરમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે.