નવી દિલ્લીઃ 15 ઓક્ટોબરથી ગોવામાં બ્રિક્સ શિખર સંમેલનમાં યોજવાનું છે. ગોવામાં યોજનાર બે દિવસીય શિખર સંમેલનમાં PM મોદી ગોવામાં આજે (શુક્રવારે) રાતે 8:45 વાગે પહોચશે. બ્રિક્સ શિખર સંમેલનમાં 11 રાષ્ટ્રના અધ્યક્ષો ભાગ લેવાના છે. ગોવાના મુખ્ય લક્ષ્મીકાંત પારસેકર શિખર સંમેલન પહેલાની વ્યસ્થાની સમિક્ષા પહેલા સંવાદદાતાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'બ્રિક્સ શિખર સંમેલનની તૈયારી પૂર થઇ ચૂંકી છે. અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી શુક્રવારે રાત્ર આવી પહોચશે.' વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બધા દેશોના રાષ્ટ્રધ્યક્ષો ત્રણ અલગ અલગ ફાઇવસ્ટાર હોટેલમાં રોકાણ કરશે. જ્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
બ્રિક્સ
આ 8 મું બ્રિક્સ સમેલન છે. બ્રિક્સનું નામ તેના સભ્ય દેશોના પહેલા અક્ષરથી બનાવવામાં આવ્યો છે.
બ્રિક્સ સંમેલનની શરૂઆત 2011 માં થઇ હતી.
બ્રાઝીલ,રૂસ,ભારત, ચીન,ચીન અને દક્ષિણ આફ્રિકા તેના સભ્યો દેશો છે.
બ્રિક્સ્ દેશો હેતુ. આર્થિક અને રાજકીય મોર્ચા ર પશ્ચિમી દેશોના આધિપત્યનો પડકાર આપવાનનો છે.
આ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સાથે સાથે રાષ્ટ્રપતિ ટેમર બ્રાઝીલ, રાષ્ટ્રપતિ પુતિન રૂસ, રાષ્ટ્રપતિ શી જિંનપિગ ચીન, રાષ્ટ્રપતિ જુમા દક્ષિણ આફ્રિકા ભાગ લેવાના છે.
ભારત બ્રિક્સ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. તેમા ચીન અને રૂસ સાથેની દ્વિપક્ષીય વાતચીત મહત્વની છે. ચીન સાથે મસૂદ અઝહર અને યૂએન પ્રતિબંધને લઇને વાતચીત થઇ શકે છે. સીમાપાર આતંકવાદના મુદ્દા પર સાથ દેવાને લઇને વાત થઇ શકે છે. એનએસજીમાં ભારતની સભ્યતા પર ચીન પાસેથી સમર્થન મેળવવાનો પ્રયત્ન કરી શકાય છે.ભાતમાં ચીનનુ ઇન્વેસ્ટ વધારવાને લઇને વાતચીત થઇ શકે છે.
રૂસ અને પાકિસ્તાનના સામરિક સંબંધોને સીમિત કરવાને લઇને વાતચીત થઇ શકે છે. રૂસ પાસેથી આતંકવાદના મુદ્દા પર સાથે લેવા પ્રયત્ન થઇ શકે છ.