નવી દિલ્હીઃ લોકસભાનું સંસદ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. જેમાં પ્રથમ દિવસે જ 17 સાંસદનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલા તમામ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 17માંથી 12 સાંસદો ભાજપના છે.


બીજેપીના સાંસદ સુખબીર સિંહ જૌનપુરિયા, આરએલપીના હનુમાન બેનીવાલ, બીજેપીના મિનાક્ષી લેખી, બીજેપીના સુકાંતા મજૂમદાર, બીજેપીના અનંત કુમાર હેગડે, વાઈઆરએસસીની ગોદ્દેતી માઘાવી, શિવસેનાના પ્રતાપરાવ જાધવ, બીજેપીના જર્નાદન સિંહ સિગ્રીવાલ, બીજેપીને વિદ્યુત વરણ મહતો, બીજેપીના પ્રધાન બરૂઆ, વાઈઆરએસના એન રેદેપ્પા, ડીએમકેના સેલવમ જી, બીજેપીના પ્રતાપ રાવ પાટીલ, બીજેપીના રામશંકર કઠેરિયા, બીજેપીના પ્રવેશ સાહિબ સિંહ, બીજેપીના સત્યપાલ સિંહ અને બીજેપીના રોડમલ નાગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.