Parliament Special Session Live: નવા સંસદ ભવનમાં રજૂ થયુ નારી શક્તિ વંદન અધિનિયમ બિલ, કોગ્રેસે પોતાનું ગણાવી કર્યો હંગામો

Parliament Special Session Live: તમામ સાંસદોને ભારતના બંધારણની કોપી પણ ભેટમાં આપવામાં આવી હતી

gujarati.abplive.com Last Updated: 19 Sep 2023 02:20 PM
મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ

મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રીએ આ બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.

મહિલા અનામત બિલને  'નારી શક્તિ વંદન અધિનિયમ' નામ મળ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે તેને પસાર કરવા માટે બહુમતિ એકઠી કરી શક્યા નહી અને તેના કારણે સપનું અધૂરું રહી ગયું. ભગવાને મને મહિલાઓને અધિકાર આપવાના અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. પીએમ મોદીએ મહિલા અનામતને  'નારી શક્તિ વંદન અધિનિયમ' નામ આપ્યું છે.





New Parliament Building: 'મહિલા અનામત બિલ ઘણી વખત રજૂ કરવામાં આવ્યું, પરંતુ ભગવાને અમને પસંદ કર્યા'

નવી સંસદમાં પોતાના પ્રથમ ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે, આ સમય મહિલાઓ માટે ઈતિહાસ રચવાનો છે. મહિલા અનામત પર ઘણી ચર્ચા થઈ. કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. આજે અમારી સરકાર બંધારણ સંશોધન બિલ રજૂ કરવા જઈ રહી છે. મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત મળશે. મહિલા અનામત બિલ ઘણી વખત રજૂ કરવામાં આવ્યું, પરંતુ ભગવાને મને ઘણા પવિત્ર કાર્યો માટે પસંદ કર્યો છે.













વિજ્ઞાનની દુનિયામાં ચંદ્રયાન-3ની સફળતા દરેક દેશવાસીને ગર્વની ક્ષણ હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાંથી તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે વિજ્ઞાનની દુનિયામાં ચંદ્રયાન-3ની સફળતા દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. ભારતના નેતૃત્વમાં G-20નું ગૌરવપૂર્ણ આયોજન એ ભારત માટે ગર્વની ક્ષણ છે.


 









વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવન પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ સાંસદો જૂના સંસદ ભવનથી પગપાળા ચાલીને નવા સંસદ ભવન પહોંચ્યા છે. થોડા સમય બાદ અહીં વિશેષ સત્રના બીજા દિવસની કાર્યવાહી શરૂ થશે. કોંગ્રેસના સાંસદો અને અન્ય વિપક્ષી સાંસદો નવા સંસદ ભવનમાં પ્રવેશ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, સાંસદ રાહુલ ગાંધી, ગૌરવ ગોગોઈ અને અન્ય લોકો એકસાથે સંસદની નવી બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા. 









Parliament Session 2023: PM મોદીએ કહ્યુ- ભારત ટોપ-3 અર્થતંત્રોમાં પહોંચશે

જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'આ સંસદમાં જ મુસ્લિમ બહેનોને ત્રિપલ તલાકમાંથી મુક્તિ મળી. આ સંસદમાં ટ્રાન્સજેન્ડર બિલ પણ પસાર થયું. આ સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. આજે જમ્મુ-કાશ્મીર શાંતિના માર્ગ પર ચાલી રહ્યું છે. આ સંસદમાં ચાર હજારથી વધુ બિલ પસાર થયા હતા. હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે ભારત ટોપ-3 અર્થતંત્રોમાં પહોંચી જશે.





Parliament Special Session Live: '1952 પછી સેન્ટ્રલ હોલમાં વિશ્વના 41 દેશના વડાઓએ સંબોધન કર્યું'

જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં પીએમ મોદીએ કહ્યું હતું કે  'ભારત હવે રોકાશે નહી. હવે અમે જૂના કાયદામાંથી છૂટકારો મેળવીને નવા કાયદા તરફ આગળ વધી રહ્યા છીએ. સંસદમાં બનેલો દરેક કાયદો ભારતના નાગરિકો માટે હોવો જોઈએ. આપણે જે પણ સુધારા કરીએ તેમાં ભારતનો પણ સમાવેશ થવો જોઈએ. 1952 પછી વિશ્વના લગભગ 41 દેશના વડાઓએ સંસદસભ્યોને સંબોધિત કર્યા. ભારત એક યુવા દેશ છે.





સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન મોદીનું સંબોધન







Women's Reservation Bill: મહિલા અનામત બિલ પર શિવસેનાનું સમર્થન

મહિલા અનામત  બિલ પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ અનિલ દેસાઈએ કહ્યું હતું કે અનેક દાયકાઓથી આની માંગ હતી. ઘણી સરકારોએ તેના માટે પ્રયાસો કર્યા હતા. તેને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને આ બિલ આજે કે કાલે રજૂ કરવામાં આવશે. લોકશાહીને વધુ મજબૂત કરવા માટે આ એક સારું પગલું હશે.

Parliament Special Session Live: લોકસભામાં સૌથી વરિષ્ઠ સાંસદ તરીકે મેનકા ગાંધીનું સંબોધન

સંસદના વિશેષ સત્ર દરમિયાન બીજેપી સાંસદ મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, "આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે અને મને આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા પર ગર્વ છે. આપણે એક નવી ઇમારતમાં જઈ રહ્યા છીએ અને આશા છે કે આ ભવ્ય ઈમારત રાષ્ટ્રનું પ્રતિક બની રહેશે. નવું ભારત." આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે. આજે મને લોકસભામાં સૌથી વરિષ્ઠ સાંસદ તરીકે આ સન્માનનીય સભાને સંબોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. મેં મારું મોટાભાગનું જીવન આ સંસ્થામાં વિતાવ્યું છે અને 7 વડાપ્રધાન જોયા છે. મેં અપક્ષ સભ્ય તરીકે ઘણી વખત કામ કર્યું અને આખરે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપમાં સામેલ થઇ."

Parliament Special Session Live: કાયદા મંત્રી લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરશે.

 ન્યૂઝ એજન્સીએ તેના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આજે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરશે. આવતીકાલે 20 સપ્ટેમ્બરે ગૃહમાં બિલ પસાર કરવા માટે ચર્ચા થશે. આ બિલ 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

Women's Reservation Bill: 27 વર્ષ પહેલા પહેલીવાર સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાનું બિલ પ્રથમ વખત 1996માં એચ.ડી. દેવેગૌડા સરકારમાં રજૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે 2008માં આ બિલને ફરીથી રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ 2010 માં રાજ્યસભામાં પસાર થયો હતો, પરંતુ તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું

Parliament Special Session Live: સાંસદોનું સંયુક્ત ફોટો સેશન કરવામાં આવ્યું હતું.

ફોટો સેશન દરમિયાન ભાજપના સાંસદ નરહરી અમીન બેહોશ થઇ ગયા હતા

Parliament Special Session Live: મહિલા અનામત બિલ આજે જ રજૂ થઈ શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. નવા સંસદ ભવનમાં પ્રથમ સત્રના ઐતિહાસિક દિવસને ઐતિહાસિક કાયદો પસાર કરીને ઇતિહાસ રચવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણની નકલ સાથે નવા સંસદ ભવનમાં પહોંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલા અનામત બિલ આજે જ લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે.

Women's Reservation Bill: મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધીએ કહ્યું- આ અમારું છે

કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી સંસદ ભવન પહોંચી ગયા છે. અહીં જ્યારે પત્રકારોએ સોનિયા ગાંધીને મહિલા અનામત બિલ પર તેમના અભિપ્રાય વિશે પૂછ્યું, તો સોનિયા ગાંધીએ કહ્યું હતું આ અમારું છે.





Women's Reservation Bill: મહિલા અનામત બિલ પર સોનિયા ગાંધીએ કહ્યું- આ અમારું છે

કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી સંસદ ભવન પહોંચી ગયા છે. અહીં જ્યારે પત્રકારોએ સોનિયા ગાંધીને મહિલા અનામત બિલ પર તેમના અભિપ્રાય વિશે પૂછ્યું, તો સોનિયા ગાંધીએ કહ્યું હતું આ અમારું છે.

Parliament Special Session Live: નવા સંસદ ભવનને સત્તાવાર રીતે સંસદ ભવનનો દરજ્જો મળ્યો

કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને નવા સંસદ ભવનને સત્તાવાર રીતે સંસદ ભવનનો દરજ્જો આપી દીધો છે. આજે વિશેષ સત્રના બીજા દિવસે સંસદની નવી ઇમારતમાં બપોરે 1.15 કલાકે લોકસભાની કાર્યવાહી શરૂ થશે. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 કલાકે શરૂ થશે.

Parliament Special Session Live: સંયુક્ત ફોટો સેશન માટે સાંસદો એકઠા થયા હતા



સંયુક્ત ફોટોસેશન માટે વડાપ્રધાન સંસદ ભવન પહોંચ્યા હતા

બ્રેકગ્રાઉન્ડ

Parliament Special Session Live Updates: દેશની સંસદીય કાર્યવાહી આજથી નવા સંસદ ભવનમાં થશે. આજે ગણેશ ચતુર્થીના દિવસે આ નવા સંસદભવનના પણ શ્રી ગણેશ થશે. વાસ્તવમાં હાલમાં સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રનો પહેલો દિવસ ગઈકાલે જૂના સંસદ ભવનમાં થયો હતો, જ્યારે બીજા દિવસથી કાર્યવાહી નવા ભવનમાં થશે. આ ખાસ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સૌ પ્રથમ સવારે 9.30 વાગ્યે જૂના સંસદભવનના સેન્ટ્રલ હોલની સામે ફોટો સેશન થશે. આ પછી નવા સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં સવારે 11 વાગ્યાથી વિશેષ કાર્યક્રમ શરૂ થશે. જેમાં સંસદના ઐતિહાસિક વારસાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે અને 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે.


નવા સંસદભવનમાં આજથી વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જૂના સંસદ ભવનમાં સવારે 9:30 વાગ્યે લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું સંયુક્ત ફોટોશૂટ થશે. ગ્રુપમાં ત્રણ અલગ-અલગ ફોટા લેવામાં આવશે. પ્રથમ તસવીરમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો હાજર રહેશે અને બીજી તસવીરમાં રાજ્યસભાના તમામ સભ્યો હાજર રહેશે. ત્રીજી તસવીરમાં માત્ર લોકસભાના સભ્યો હાજર રહેશે. PM મોદી સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચશે.


બંધારણની કોપી સાથે પગપાળા નવા ભવનમાં જશે


વડાપ્રધાનની સાથે લોકસભા અને રાજ્યસભાના વરિષ્ઠ મંત્રીઓ અને સાંસદો પણ હશે. આ દરમિયાન સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમ થશે જેમાં 2047 સુધીમાં ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. પીએમ સેન્ટ્રલ હોલથી બંધારણની કોપી લઈને નવા સંસદભવન તરફ ચાલતા જશે. એનડીએના તમામ સાંસદો પીએમ મોદીને ફોલો કરશે. નવા સંસદ ભવનમાં બપોરે બરાબર 1.30 વાગ્યે કાર્યવાહી શરૂ થશે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 વાગ્યાથી શરૂ થશે.


નવા સંસદ ભવનમાં પ્રથમ બેઠક દરમિયાન જ્યારે સાંસદો સંસદ ભવનમાં પ્રવેશ કરશે ત્યારે તેમને 75 રૂપિયાનો ચાંદીનો સિક્કો પણ ભેટમાં આપવામાં આવશે. તમામ સાંસદોને ભારતના બંધારણની કોપી પણ ભેટમાં આપવામાં આવશે.


સેન્ટ્રલ હોલમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી, લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પીયૂષ ગોયલ, મેનકા ગાંધી, શિબુસોરેન અને મનમોહન સિંહ સાંસદોને સંબોધશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.