Parliament Live Updates: કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલ લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ પાસ

Farm Laws Repealed in Parliament: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 3 કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Nov 2021 02:23 PM
રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે

લોકસભા અને રાજ્યસભામાંથી કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. હવે તેના પર હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ત્રણેય કૃષિ કાયદાઓ રદ થઇ જશે.  





રાજ્યસભામાંથી પણ બિલ પાસ

લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ વિપક્ષ સાંસદોના હોબાળા વચ્ચે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલ પાસ કરાવી દીધું છે.

રાજ્યસભામાં રજૂ કરાયુ બિલ




કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળાના કારણે 30 મિનિટ સુધી કાર્યવાહી સ્થગિત કરાઇ હતી





રાજ્યસભામાં આજે રજૂ કરાશે બિલ

હવે રાજ્યસભામાં કૃષિ કાયદાઓ પરત ખેંચવા  સંબંધિત બિલ બપોરે એક વાગ્યા રજૂ કરાશે. સરકાર આજે જ બિલ રાજ્યસભામાં રજૂ કરવા માંગે છે. 

લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

લોકસભામાં વિપક્ષી સાંસદોએ નારા લગાવ્યા હતા. વિપક્ષના  હોબાળા વચ્ચે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદાઓ રદ કરવા સંબંધિત બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. જેને થોડા સમય બાદ લોકસભામાંથી પાસ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી હતી. 

બ્રેકગ્રાઉન્ડ

Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 3 કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષે ચર્ચાની માંગ કરી છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ બિલ રજૂ કર્યું છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.