મુંબઈ: મુંબઈના ઈસ્ટ બાંદ્રાના બહરામપદ સ્લમ એરિયામાં બનેલી એક 5 માળની બિલ્ડિંગનો એક મોટો ભાગ ગુરુવારે બપોરે પડી ગયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. ઘટના બન્યા પછી ઘટના સ્થળે પોલીસ અને NDRFની ટીમે રાહત કાર્ય શરૂ કરી દીધું હતું.


જાણકારોના મતે, બિલ્ડિંગના કાટમાળમાં હજી બે યુવતીઓ ફસાઈ છે. જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા ચાલું છે. બહરામપદ મુંબઈનો ભીડભાડવાળો સ્લમ એરિયા છે. જેના કારણે રાહત ટીમને કાટમાળ હટાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ઘટના સ્થળે ફાયર વિભાગની 5 ગાડીઓ અને 2 એમ્બુલસ હાજર છે. તેની સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર છે.

આ વિસ્તાર ગેરકાયદેસર બાંધકામ માટે જાણીતો છે. થોડા દિવસ પહેલા બીએમસીએ 350 ગેરકાયદેસર કંસ્ટ્રક્શન તોડવાનો આદેશ આપ્યો હતો. અગાઉ પણ ભિવંડીમાં આ પ્રકારની ત્રણ માળની બિલ્ડિંગ પડી ગઈ હતી, જેમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.