નવી દિલ્હીઃ રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને ઝારખંડથી રાજ્યસભા સાંસદ આ વખતે આંધ્રપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર બનશે. YSR કોંગ્રેસના નેતા ઉમરરેડ્ડી વેંકટેશવરલુએ કહ્યું, પાર્ટી પરિમલ નથવાણીને નોમિનેટ કરીને રાજ્યસભામાં મોકલશે. તેમના આ ટ્વિટ બાદ નથવાણીએ પણ સત્તાવાર જાહેરાત કરી હતી.


નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું, આંધ્રપ્રદેશમાંથી તેમના રાજ્યસભા સાંસદ તરીકે મારી ભલામણ કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી અને તેમના પાર્ટીનો આભારી છું. હું આંધ્રપ્રદેશના લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છું.


થોડા દિવસો પહેલા તેઓ રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીને મળ્યા હતા. બાદમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે, તેઓ વાઈએસઆર કોંગ્રેસના સમર્થનથી રાજ્યસભામાં જવા માંગે છે. હાલ આંધ્રપ્રદેશની 175 ધારાસભ્યોવાળી વિધાનસભામાં વાયએસઆર કોંગ્રેસના 157 ધારાસભ્યો છે. તેથી રાજ્યમાં ચારેય ખાલી થનારી સીટો વાઈએસઆર કોંગ્રેસને મળશે. જેમાંથી બે સીટ વાયદા પ્રમાણે વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવશે. આ ઉપરાંત એક રાજ્યસભા સીટ તેમની બહેન વાઈએસ શર્મિલાના આપશે. જ્યારે બાકી રહેલી એક સીટ નથવાણીને આપશે.

આંધ્રપ્રદેશની ચાર રાજ્યસભા સીટ માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. પરિમલ નથવાણીએ તેમની રાજ્યસભા સાંસદ તરીકે બીજી ટર્મમાં સંસદમાં માત્ર 40 ટકા જ હાજરી આપી હતી પરંતુ તેમણે 1383 પ્રશ્નો પૂછ્યા હતા.

મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ શેફાલીએ ગુમાવ્યું નંબર વનનું સ્થાન, ટોપ-10માં ત્રણ ભારતીય

રણજી ટ્રોફી ફાઈનલમાં ચેતેશ્વર પુજારાની તબિયત થઈ ખરાબ, મેદાન છોડીને પરત ફરવું પડ્યું