નવી દિલ્હીઃ ઇલાહાબાદ હાઇકોર્ટે યોગી સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસાના આરોપીઓના પોસ્ટર હટાવવાનો આદેશ આપ્યો છે. લખનઉના અલગ અલગ વિસ્તારોમાં વસૂલાત માટે 57 કથિત પ્રદર્શનકારીઓના 100 પોસ્ટર લગાવ્યા હતા. ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ રમેશ સિન્હાની બેન્ચે પોતાના આદેશમાં કહ્યુ કે લખનઉના જિલ્લાધિકારી અને પોલીસ કમિશનર 16 માર્ચ સુધીમાં હોડિંગ્સ હટાવી દે. સાથે તેની જાણકારી રજિસ્ટારને આપે. હાઇકોર્ટે બંન્ને અધિકારીઓને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.


ઇલાહાબાદ હાઇકોર્ટના નિર્ણય પર આરોપી દીપક કબીરે કહ્યું કે, આ અમારી મોટી જીત છે. અમે વહીવટીતંત્ર સામે લડી રહ્યા નથી પરંતુ કોર્ટે અમારું દર્દ સમજ્યું છે અને જે ચીન ખોટી હતી તેને હટાવવા કહ્યું છે. જોકે. જેટલું નુકસાન થવાનું હતું તેટલું થઇ ચૂક્યું છે. લોકો અમારી તસવીરોને વાયરલ કરી ચૂક્યા છે પરંતુ કોર્ટે સારો ચુકાદો આપ્યો છે.