ચેન્નઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ઓનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી વધુ છૂટછાટો આપી છે. તેના અંતર્ગત તમિલનાડુમાં રાજ્ય સરકારે સાત સપ્ટેમ્બરથી પ્રેસેન્જર ટ્રેનોને શરુ કરવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આ અંગેની જાહેરાત કરી છે. સાથે રાજ્યભરમાં આંતર જિલ્લા બસ પરિવહનને પણ મંજૂરી આપી છે.
પલાનીસ્વામીએ કહ્યું કે, “ 8 સપ્ટેમ્બરથી તમિલનાડુના જિલ્લાઓની વચ્ચે સાર્વજનિક અને ખાનગી બસોને મંજૂરી આપવામાં આવશે. પેસેન્જર ટ્રેનને રાજ્યની અંદર સંચાલન કરવાની મંજૂરી છે.”
ટ્રેન અને બસના સંચાલનને મંજૂરી આપ્યા બાદ તમામ લોકોને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, મુસાફરી દરમિયાન સરકારની ગાઈડલાઈનનું પાલન કરે.
આ રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી શરુ થશે પેસેન્જર ટ્રેન, ખાનગી બસોના સંચાલનને પણ આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2020 04:08 PM (IST)
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી વધુ છૂટછાટો આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -