પઠાનકોટ: 2 જાન્યુઆરીએ પઠાનકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલોની શાહી હજું સૂકાઈ નથી, ત્યાં એરબેઝ પર આતંકી પેરા ગ્લાઈડરથી હુમલો કરી શકે છે. એરફોર્સે તે અંગે એલર્ટ જાહેર કરાયું છે. આસપાસના 24 કિમી વિસ્તારમાં વસેલા ગામોમાં પેરા ગ્લાઈડર અને પેરાશૂટના પેમ્ફલેટ અને પોટ્રેટ આપવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે, હાઈ એલર્ટના લીધે સુરક્ષા એજન્સીઓ લોકોના સંપર્કમાં છે.
બુધવારે પણ એરબેઝના આસાપાસના વિસ્તારોમાં વાયુસેનાના અધિકારીઓએ લોકોને પમ્ફલેંટ વેંચી અને દેખાડીને હુમલો થવાની માહિતીથી જાગૃત કર્યા હતા. વાયુસેનાના અધિકારીઓએ જનતાને જણાવ્યું હતું કે, આકાશમાં પેરાશુટ અથવા કોઈ બીજી વસ્તુઓ આકાશમાં જોવા મળે અથવા તો કોઈ મોટર જેવો અવાજ સાંભળાય તો તાત્કાલિક એરફોર્સે વેચેલા પેમ્ફલેટ ઉપર આપેલા નંબર ઉપર જાણ કરવામાં આવે.
જ્યારે આ સંબંધમાં ડી.આઈ.જી બોર્ડર રેંજના કું. વિજય પ્રતાય સિંહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કહ્યું હતું કે, ભવિષ્યમાં એરબેઝ ઉપર ઉડતી ચીજથી હુમલો કરવાની કોઈ સંભાવના નથી, કારણ કે પઠાનકોટ એરબેઝ હવાઈ હુમલાને તોડી પાડવા સક્ષમ છે. હાલ વાયુસેનામાં આધુનિક ઉપકરણો હોવાના કારણે હજારો કિલોમીટર દૂરની રેંજમાં કોઈ શંકાસ્પદ ઉપકરણ રડારની મદદથી પકડવાની ક્ષમતા રાખે છે.