કોરોનાના સંક્રમણના કારણે દર્દીમાં પૌષ્ટીક તત્વનોની કમી થઇ જાય છે. લાંબા સમય સુધી દર્દીને નબળાઇ અનુભવાય છે. આ સ્થિતિમાં ડોક્ટર પ્રોટીન યુક્ત ફૂડ લેવાની સલાહ આપે છે. કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ અને શરીરને મજબૂત અને એક્ટિવ કરવા પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. ફળો અને શાકભાજી પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેમાંથી મિનરલ્સ,એંટીઓક્સીડેંટ્સ, વિટામિન મળે છે.


તાજા શાકભાજી કે ફળ સરળતાથી પચી જાય છે અને અસરકારક પરિણામ આપે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે અને લોહીનો પ્રવાહ ઝડપી બનેછે. તેનાથી કોવિડ-19થી ઠીક થવામાં મદદ મળે છે.


શાકભાજી અને ફળનું જ્યૂસ દિવસમાં બે થી ત્રણ વખતે પીવાથી ઈમ્યુન સિસ્ટમ હેલ્ધી રહે છે. કોવિડ-19થી ઠીક થઈ રહેલા દર્દીએ નીચે દર્શાવેલા જ્યૂસનો અચુક ઉપયોગ કરવો જોઈએ.


ટામેટા-ફૂદીનાનું જ્યૂસઃ ટામેટા ફૂદીનાનું જ્યૂસ એંટી ઓકસીડેંટેસથી ભરપૂર હોય છે. તે પાચનને સારું બનાવે છે.  ઘરે આ જ્યૂસ બનાવવા એક ગ્લાસ પાણી અને 8-10 ફૂદીનાન પાનની સાથે 4 ટામેટાનું મિશ્રણ કરો. તેમાં થોડું મીઠું, લીંબુ અને મરીનો ભુક્કો નાંખીને પીવો.


ગાજર,આંબળા અને આદુનું જ્યૂસઃ ગાજર શરીરમાંથી ઝેરીલા પદાર્થોની સફાઈમાં મદદ કરે છે. આંબળામાં પૂરતી માત્રામાં વિટામીન સી હોય છે. જે ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે.  જ્યૂસ બનાવવા માટે 2 ગાજર, 2 આંબળાના ટૂકડા તથા એક આદુનો ટૂકડો લઈ તેનું મિશ્રણ તૈયાર કરો. જેમાં થોડો લીંબુનો રસ નાંખો.


હળદર, આદુ, લીંબુ અને સંતરાઃ આ તમામ વસ્તુઓમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. આ જ્યુસ પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.


આ ઉપરાંત લીલાં શાક અને સિઝનલ ફળોને રિકવર પેશન્ટના ડાયટમાં ચોક્કસ સામેલ કરો. તેનાથી શરીરને જરૂરી વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટ મળે છે. જે શરીરને એનર્જી આપે છે અને એક્ટિવ રાખે છે. શરીર માટે કાર્બોહાઇડ્રેટ પણ જરૂરી છે.