પટના: બિહારની રાજધાની પટનામાં એક ત્રણ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીડિત મહિલાએ દાવો કર્યો છે કે, દારૂ ન પીવા અને જીન્સ ન પહેરવાના કારણે પતિએ તેને ત્રણ તલાક આપી દીધા હતાં. મહિલાએ કહ્યું હતું કે, પતિ મોડર્ન બનવા અને અલગ-અલગ રીતે ડ્રેસ પહેરવાની વાત કરતો હતો. પરંતુ તેણે તે વાતનો ઈન્કાર કરતાં પતિએ ત્રણ તલાક આપી દીધા હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં પીડિત મહિલાએ કહ્યું હતું કે, વર્ષ 2015માં મારા ઈમરાન મુસ્ફતા સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ રહેવા માટે અમે દિલ્હી જતાં રહ્યા હતાં. થોડાક મહિનાઓ બાદ પતિએ કહ્યું હતું કે, તું પણ શહેરની અન્ય મોર્ડન યુવતીઓની જેમ રહે. તેઓ ઈચ્છતા હતા કે હું નાના કપડાં પહેરું, નાઈટ પાર્ટીમાં જઉં અને દારૂ પીવું. જ્યારે હું ઈન્કાર કરતી હતી તો તેઓ રોજ મને મારતા હતા.

પીડિતાએ કહ્યું હતું કે, વર્ષો સુધી ત્રાસ આપ્યા બાદ પતિએ થોડાંક દિવસ પહેલા મને ઘર છોડીને જવા માટે પણ કહ્યું હતું. જ્યારે મેં ઈન્કાર કર્યો તો તેણે ત્રણ તલાક આપી દીધા હતાં. પીડિત મહિલાએ આ સંબંધમાં રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલા આયોગે પીડિતાના પતિને નોટિસ પણ મોકલી આપી છે.

બિહાર રાજ્ય મહિલા આયોગે અધ્યક્ષા દિલમણિ મિશ્રાએ કહ્યું હતું કે, પતિ પીડિતાને ત્રાસ આપતો હતો. બે વાર તેણે બળજબરી એબોર્શન પણ કરાવી દીધી હતું. 1 સપ્ટેમ્બરે પતિએ ટ્રિપલ તલાક આપી દીધા હતા. એમ આ મામલામાં આરોપીને નોટિસ મોકલી આપી છે અને ટૂંક સમયમાં તપાસ કરીશું.