ઇટાલીથી પરત ફરેલા Paytmના કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યો, જાણો શું કહ્યુ કંપનીએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2020 10:04 PM (IST)
ડિઝિટલ પેમેન્ટ એપ પેટીએમના એક કર્મચારીએ પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયાની પુષ્ટી થઇ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસે દુનિયાના અનેક દેશોમાં કહેર મચાવ્યો છે. આ વાયરસના કારણે હજારો લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડિઝિટલ પેમેન્ટ એપ પેટીએમના એક કર્મચારીએ પણ કોરોના વાયરસથી પ્રભાવિત થયાની પુષ્ટી થઇ છે. પેટીએમનો એ કર્મચારી સોમવારે ઓફિસ જોઇન કરી હતી. હાલમાં તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. પેટીએમનો એ કર્મચારી તેની ગુરુગ્રામ ઓફિસમાં કહેવામાં આવી રહ્યો છે. પેટીએમના પ્રવક્તાએ સૂચના આપતા કહ્યુ હતું કે, અમારી ગુરગાંવ ઓફિસનો એક સહયોગી જે તાજેતરમાં જ ઇટાલીથી પાછો ફર્યો હતો. તે કોરોના વાયરસથી પ્રભાવિત થયાની પુષ્ટી થઇ છે. તે યોગ્ય સારવાર લઇ રહ્યો છે અને અમે તેમના પરિવારને સપોર્ટ કરી રહ્યા છીએ. પેટીએમએ કહ્યુ કે અમે તે કર્મચારીની ટીમના સભ્યોને મેડિકલ ટેસ્ટ કરવાની સલાહ આપી રહ્યા છીએ. આ સાથે જ અમે અમારા તમામ સહકર્મચારીઓને કેટલાક દિવસો સુધી ઘરેથી જ કામ કરવાની સલાહ આપી છે જેથી અમે તે સમય સુધી ઓફિસને સેનિટાઇઝ કરી શકે.